
હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કૈનયા કુમારને ઈસ્લામ ઉપર ભાષણ આપતા સાંભળી શકાય છે. આ વિડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, “આ જમીન સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. આપણે બધા (મુસ્લિમો) અરબ દેશમાંથી આવેલા નથી. આપણે અહીં મોટા થયા છીએ, અહીં શિક્ષણ મેળવ્યું છે. લોકોએ આ ધર્મ (ઇસ્લામ) અપનાવ્યો કેમ કે તે શાંતિની વાત કરે છે, તે સમાનતાની વાત કરે છે. આ ધર્મમાં કોઈ ભેદભાવ નથી અને એ જ કારણ છે કે આપણે તેને અપનાવ્યો છે. બીજા ધર્મોમાં જાતિ પ્રથા છે, કેટલાક લોકોને અછૂત માનવામાં આવે છે. આપણે આ ધર્મ ક્યારેય નહીં છોડીએ. આપણે આપણી જાતને બચાવીશું. આપણે આપણા ધર્મને બચાવીશું અને આપણા દેશને પણ બચાવીશું. અલ્લાહ ખૂબ શક્તિશાળી છે અને તેઓ આપણી રક્ષા કરશે.” આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કૈનયા કુમાર પોતે મુસ્લિમ છે અને તેણે તે જાહેરમાં સ્વીકાર્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કૈનયા કુમારની અધૂરી સ્પીચનો છે. ખરેખર કૈનયા કુમાર પોતાના વિષે નહિં પરંતુ ભારતના પહેલા શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદના શબ્દો વાપર્યા હતા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ચમચા નો ધણી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કૈનયા કુમાર પોતે મુસ્લિમ છે અને તેણે તે જાહેરમાં સ્વીકાર્યુ છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો કન્હૈયા કુમારની સ્પીચનો એક નાનો ભાગ છે કે જે તેમણે એક ઇવેન્ટમાં આપી હતી. જે ઇવેન્ટનું નામ હતુ ‘ડાયલોગ વિથ કૈનયા’ આ કાર્યક્રમ 25 ઑગસ્ટ 2018ના લઘુમતીઓના કલ્યાણ અંગે વાત કરવા યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તેમણે ધર્મ પર રાજકારણ અંગે વાત કરી હતી અને જણાવ્યું હતું કે શા માટે ભારત દરેક વ્યક્તિ અને દરેક ધર્મનો દેશ છે. આ જ સંદર્ભમાં તેમણે ભારતના પહેલા શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદના શબ્દો વાપર્યા હતા.
આ વાઇરલ ક્લિપમાં કૈનયા કુમાર અબુલ કલામ આઝાદના શબ્દોને વાપરી પોતાની વાત સમજાવી રહ્યા છે.
આ વિડિયોમાં 11.49 મિનિટ પર તમે વાયરલ ક્લિપના શબ્દો કૈનયા કુમારના મોઢેથી સાંભળી શકો છો. જે તમે નીચે જોઈ શકો છો.
આ ક્લિપને ચતુરાઈપૂર્વક એડિટ કરવામાં આવી છે કે જેનાથી એવુ લાગે કે આ શબ્દો તેમના પોતાના છે, અબુલ કલામ આઝાદના નહીં.
આઝાદે હંમેશા હિંદુ- મુસ્લિમ એકતાને પ્રોત્સાહન આપ્યું હતું અને તેઓ 1947માં થયેલા ભારતના ભાગલાની વિરૂદ્ધમાં હતા.
આઝાદ માનતા હતા કે હિંદુ અને મુસ્લિમ વર્ષોથી સાથે મળીને ભારતમાં રહેતા હતા, અને તે કોઈ પણ કિંમતે ક્યારેય બદલાવું ન જોઈએ.
1946માં કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે તેમણે મોહમ્મદ અલી જિન્ના (પાકિસ્તાનના સંશોધક) ની અલગ મુસ્લિમ રાષ્ટ્રની માંગને ફગાવી હતી.
કૈનયા કુમારના ઓરિજનલ વિડિયો અને વાયરલ વિડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કૈનયા કુમારનો અધૂરો વિડિયો પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કૈનયા કુમારની અધૂરી સ્પીચનો છે. ખરેખર કૈનયા કુમાર પોતાના વિષે નહિં પરંતુ ભારતના પહેલા શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદના શબ્દો વાપર્યા હતા.

Title:કન્હૈયા કુમારનો ઇસ્લામ વિશે ભાષણ આપતો ગેરમાર્ગે દોરતો વિડિયો વાયરલ થયો…
Fact Check By: Yogesh KariaResult: Misleading
