લખનઉનું નામ બદલીની રજૂઆત છેલ્લા ઘણા સમયછી થઈ રહી છે. પરંતુ હજુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખોટી માહિતી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ ઉત્તર પ્રદેશને લઈ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલીને લક્ષ્મણપુર રાખવામાં આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 22 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલીને લક્ષ્મણપુર રાખવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને આ પ્રકારે કોઈ નામ બદલવામાં આવ્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

તેમજ અમને વધુ સર્ચ કરતા ભાજપના સાંસદ સંગમ લાલ ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલો પત્ર પ્રાપ્ત થયો હતો, જે તેમણે 07 ફેબ્રુઆરી 2023ના લખ્યો હતો. તેમજ તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે લખનઉનું નામ બદલીને ‘લખનપુર અથવા લક્ષ્મણપુર’ રાખવા વિનંતી કરતા વિંનતી કરી હતી, તેમણે કહ્યું કે લખનઉનું વર્તમાન નામ 18મી સદીમાં નવાબ અસફુદ્દૌલા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભગવાન રામે આ શહેર તેમના ભાઈ લક્ષ્મણને આપ્યું હતું, અને તેથી તે અગાઉ 'લખનપુર' અથવા 'લક્ષ્મણપુર' તરીકે ઓળખાતું હતું. જે તમે નીચે વાંચી શકો છો.

Archive

તેમજ આ અંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકેનું નિવેદન પણ સામે આવ્યુ હતુ બિઝનેસટુડે દ્વારા પ્રકાશિત અહેવાલમાં તેમણે જણાવ્યુ હતુ કે, “લખનઉ અગાઉ ‘લક્ષ્મણ નગરી’ તરીકે ઓળખાતું હતું. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર “પરિસ્થિતિ અનુસાર” આગળ વધશે.

Business Today | Archive

તેમજ આ સમગ્ર મામલો ક્યાંથી સામે આવ્યો.?

લખનઉ શહેરનું નામ બદલવાની અટકળોએ પીએમ નરેન્દ્ર મોદીને આવકારતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલા ટ્વિટને કારણે તેજ બની છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના ટ્વિટમાં પહેલીવાર આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભાષાના અલગ અલગ અર્થ છે. સોમવારે, યુપીના સીએમ યોગી આદિત્યનાથના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું - 'ભગવાન લક્ષ્મણજીના પવિત્ર શહેર લખનઉમાં તમારૂ હૃદયપૂર્વક સ્વાગત છે.'

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, લખનઉનું નામ બદલીની રજૂઆત છેલ્લા ઘણા સમયછી થઈ રહી છે. પરંતુ હજુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખોટી માહિતી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર લખનઉ શહેરનું નામ બદલીને લક્ષ્મણપુર રાખવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False