હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિવસેના મુખ્યપત્રક અખ્બાર સામનાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સામનાનો ઓરેન્જ અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો અને લીલા અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો જોવા મળે છે.

ઓરેન્જ અક્ષરથી લખેલા સામનાના મુખપત્રમાં લખેલુ જોવા મળે છે. “ज्वलंत हिंदुत्वाचा पुरस्कार करणारे एकमेव मराठी दैनिक” તેમજ લીલા અક્ષરથી લખેલા મુખપત્રમાં લખેલુ જોવા મળે છે. “सर्वधर्म समभावचा पुरस्कार करणारे एकमेव मराठी दैनिक”

આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સામના દ્વારા તેમના માસ્ક હેડમાં બદલાવ કર્યો અને હિન્દુત્વના બદલે સર્વધર્મનો હેંડિગ કરવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સામનાનો ફોટો એડિટેડ છે. સામના દ્વારા તેમની માસ્ક હેડ લાઈન બદલવામાં આવી નથી. તેમજ કલરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પોલા ભીમા પોટલી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સામના દ્વારા તેમના માસ્ક હેડમાં બદલાવ કર્યો અને હિન્દુત્વના બદલે સર્વધર્મનો હેંડિગ કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે સામનામાં દ્વારા તેમના નામનો કલર બદલવામાં આવ્યો છે કે કેમ તે જાણવા સામનાનું ઈ-પેપર ખોલ્યુ હતુ. જેમાં કલર ઓરેન્જ કલરનો હોવાનું જાણવા મળ છે. તેમજ તેમા લખવામાં આવ્યુ હતુ કે, “ज्वलंत हिंदुत्वाचा पुरस्कार करणारे एकमेव मराठी दैनिक।

તેમજ વાયરલ ન્યુઝ પેપરમાં ઉપરના મથાળામાં અમને તારીખ જોવા મળે છે જેમાં 28 નવેમ્બર 2019નું ઇપેપર ખોલ્યુ હતુ. જેમાં સામનાનો રંગ કેશરી જ જોવા મળે છે. તેમજ તેમની ટેલગાઇન પણ “ज्वलंत हिंदुत्वाचा पुरस्कार करणारे एकमेव मराठी दैनिक

Samna Epaper | Archive

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ પોસ્ટમાં લીલા કલરનું સામના લખેલુ એડિટેડ છે. ઓરેન્જ કલરનું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સામનાનો ફોટો એડિટેડ છે. સામના દ્વારા તેમની માસ્ક હેડ લાઈન બદલવામાં આવી નથી. તેમજ કલરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Avatar

Title:શું ખરેખર સામના દ્વારા તેમના માસ્ક હેડમાં ફેરફાર કરવામાં આવ્યો...?

Fact Check By: Yogesh Karia

Result: Altered