શું ખરેખર ઋષિ સુનકે વડાપ્રધાન બન્યા બાદ ગોવર્ધન પૂજા કરી હતી…? જાણો શું છે સત્ય…

Missing Context આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

આ વિડિયો થોડા મહિના જૂનો છે. તે સમયે ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન ન હતા.

તાજેતરમાં જ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને ગાયની પૂજા કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે “વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનકે ગાયની પૂજા કરીને ગોવર્ધન પૂજા કરી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Wah Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનકે ગાયની પૂજા કરીને ગોવર્ધન પૂજા કરી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરી અને આ વિડિયો ચેક કર્યો હતો. અમને 23 ઓગસ્ટના રોજ CNBC TV18 ની ચેનલ પર પ્રસારિત થયેલો આ જ વિડિયો મળ્યો. તેમની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે જન્માષ્ટમીના અવસર પર ઋષિ સુનક અને તેમની પત્ની લંડન સ્થિત મંદિરમાં ગયા હતા અને ત્યારબાદ તેઓએ ગાયની પૂજા કરી હતી.

તપાસમાં આગળ વધતા, અમને આ વર્ષે 25મી ઓગસ્ટના રોજ એબીપી ન્યૂઝની વેબસાઈટ પર પ્રકાશિત આ વિશે વધુ માહિતી મળી. કહેવાય છે કે ઋષિ સુનકે પોતાની પત્ની સાથે ગાયની પૂજા કરી હતી, જેનો વિડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે તેઓએ પહેલા ગાયને પાણી ચડાવ્યું, પછી તેની પૂજા કરી અને બંને પતિ-પત્નીએ મળીને ગાયની આરતી કરી.

તમને જણાવી દઈએ કે ઋષિ સુનક થોડા દિવસો પહેલા 24 ઓક્ટોબરે બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રૂષિ સુનકનો આ વિડિયો હાલનો નહિં પરંતુ થોડા મહિના પહેલાનો છે. ત્યારે રૂષિ સુનક બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર ન હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ઋષિ સુનકે વડાપ્રધાન બન્યા બાદ ગોવર્ધન પૂજા કરી હતી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: Missing Context