
Dinesh Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ બખડજંતર ને એ પણ ખબર નથી કે સુશાંત સિંહ રાજપૂત એક્ટર હતો કે ક્રિકેટર….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા સુષાંત સિંહ રાજપૂતને ક્રિકેટર ગણાવવામાં આવ્યા.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે રાહુલ ગાંધીના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ 14 જૂનના સાંજે 7.31 વાગ્યે એક શોક સંદેશ ટ્વીટ કર્યો હતો. તેમણે કહ્યું કે, “સુશાંત સિંહના નિધનના સમાચાર સાંભળીને મને દુ:ખ થયું છે. એક યુવાન અને પ્રતિભાશાળી અભિનેતા ખૂબ વહેલા ચાલ્યા ગયા. હું તેમના પરિવાર, મિત્રો અને વિશ્વભરમાં તેમના ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું.“
ઉપરોક્ત ટ્વિટમાં જોઇ શકાય છે કે, રાહુલ ગાંધીએ સુશાંત સિંઘના મૃત્યુના શોક સંદેશમાં(અભિનેતા) તરીકેનો જ ઉલ્લેખ કર્યો છે. વાઈરલ ટ્વીટ અને રાહુલ ગાંધીના મૂળ ટ્વીટ બંનેનો સમય એક જ છે – 7.31 વાગ્યાનો.
બંને ટ્વીટ્સની સરખામણી કરતાં, એ નોંધવામાં આવશે કે રાહુલ ગાંધીના અસલ ટ્વીટમાં ચેડાં કરવામાં આવ્યા છે અને ક્રિકેટર શબ્દ એક્ટર શબ્દને બદલે ઉમેરવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધી દ્વારા સુશાંત સિંહ રાજપૂતને એક્ટર તરીકે જ સંબોધવામાં આવ્યા છે. ક્રિકેટર કહેવામાં આવ્યાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુશાંત સિંહ રાજપૂતને ક્રિકેટર કહેવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
