
Rajkot – The Metro નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રિયંકા ગાંધીને હાલ પૂરતો બંગલો ખાલી નહિ કરવો પડે..!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રિયંકા ગાંધી દ્વારા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી હતી કે, તેમનો બંગલો થોડા દિવસ માટે ખાલી ન કરાવે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને મંતવ્ય ન્યુઝ ચેનલની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રિયંકા ગાંધીની વિનંતી પર સરકારે તેમને ઘર ખાલી કરવા માટે વધુ સમય આપ્યો છે, જેના પર પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આ બનાવટી સમાચાર છે. મેં સરકારને આવી કોઈ વિનંતી કરી નથી. 1 જુલાઈએ મળેલા એવિક્શન લેટર મુજબ હું 1 ઓગસ્ટ સુધીમાં 35 લોધી એસ્ટેટનાં નિવાસસ્થાનથી નીકળીશ. પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ પણ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી અને કહ્યું હતું કે અંતિમ તારીખ પહેલાં એક અઠવાડિયા સુધી તેમનો પરિવાર આ ઘર છોડી દેશે. તેમણે પોસ્ટમાં લખ્યું, ‘આ એકદમ ખોટું છે. અમે અહીં રહેવા માટે સમયગાળો વધારવા વિનંતી કરી નથી. અમને 1 જુલાઈએ નોટિસ આપવામાં આવી હતી કે અમે આગામી 30 દિવસમાં ઘર છોડીશું.”

તેમજ પ્રિયંકા ગાંધી દ્વારા તેમના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કેન્દ્રિય મંત્રી હરદિપ સિંઘ પુરીના ટ્વિટને જવાબ આપતા જણાવ્યુ હતુ કે, “મે કોઈ આવી વિનંતી કરી નથી. અને કરવા માંગતી પણ નથી. જેમ મે કહ્યુ હતુ તેમ હું એક ઓગસ્ટ પહેલા લોધી એસ્ટેટ ખાલી કરી આપશુ.”
પરિણામ
આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કેમ કે, પ્રિયંકા ગાંધી દ્વારા આ પ્રકારે કોઈ વિનંતી કેન્દ્ર સરકારને કરી નથી. તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે, તેઓ 1 ઓગસ્ટ પહેલા સરકારી મકાન ખાલી કરી આપશે.

Title:શું ખરેખર પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને થોડા દિવસ બંગલો ખાલી ના કરવવા વિનંતી કરી હતી..? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
