વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જી-20 સમિટમાં ભાગ લેવા ઈટલીમાં છે. 30 ઓક્ટોબરના તેમણે પોપ ફ્રાન્સિસના વેટિકન સિટીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. દરમિયાન નરેન્દ્ર મોદીની એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી કાળા રંગના વાહન સાથે દેખાય છે જેના પર દેખીતી રીતે 'ટેક્સી'નો લોગો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “PM નરેન્દ્ર મોદીને ઇટલીમાં તેમના રોકાણ દરમિયાન ટેક્સી લેવાની ફરજ પડી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ANI દ્વારા ટ્વીટ કરવામાં આવેલી મૂળ તસવીરમાં PM મોદીના વાહન પર 'ટેક્સી'નો લોગો નથી. આ તસવીર 30 ઓક્ટોબરે લેવામાં આવી હતી જ્યારે પીએમ પોપ ફ્રાન્સિસને મળ્યા બાદ વેટિકન સિટી છોડી રહ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Giriraajsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “PM નરેન્દ્ર મોદીને ઇટલીમાં તેમના રોકાણ દરમિયાન ટેક્સી લેવાની ફરજ પડી છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ANI દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ માંથી શેર કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં વાયરલ ફોટોનો ઓરિજનલ ફોટો જોઈ શકાય છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેટિકનથી રવાના થયા.

Archive

તેમજ ANI દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં 0.39 સેકેન્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર માંથી ઉતરતા જોઈ શકાય છે. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ ઓરિજનલ ઈમેજ અને વાયરલ ઈમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ANI દ્વારા ટ્વીટ કરવામાં આવેલી મૂળ તસવીરમાં PM મોદીના વાહન પર 'ટેક્સી'નો લોગો નથી. આ તસવીર 30 ઓક્ટોબરે લેવામાં આવી હતી જ્યારે પીએમ પોપ ફ્રાન્સિસને મળ્યા બાદ વેટિકન સિટી છોડી રહ્યા હતા.

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા ઈટલી પ્રવાસ દરમિયાન ટેક્ષીમાં મુસાફરી કરવી પડી...?

Fact Check By: Yogesh Karia

Result: Altered