ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં નથી આવ્યુ ચેન્નઈ સુપર કિંગ્સના ટ્વિટર એકાઉન્ટ પર વર્ષ 2020માં 6 મિલિયન ફોલોયર્સ થયા હતા ત્યારે તેમણે આ પોસ્ટ કરી હતી.

લોકસભા ચૂંટણીને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પંજો બતાવી રહ્યા છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં આવ્યુ અને કોંગ્રેસ જીતશે તે જણાવ્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં આવ્યુ અને કોંગ્રેસ જીતશે તે જણાવ્યુ હતુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એનડીટીવીનો 5 ઓક્ટોબર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્વિટર પર 60 લાખ ફોલોઅર્સને વટાવ્યા અને ટીમે આ માઈલસ્ટોનની ઉજવણી કરી.

NDTV | ARCHIVE

તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ ફોટોને શેર કર્યો હતો. તેમજ ફેસબુક પર પણ આ ફોટો આ જ માહિતી સાથે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એમએસ ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં નથી આવ્યુ ચેન્નઈ સુપર કિંગ્સના ટ્વિટર એકાઉન્ટ પર વર્ષ 2020માં 6 મિલિયન ફોલોયર્સ થયા હતા ત્યારે તેમણે આ પોસ્ટ કરી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Election: શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False