
Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અશોક ચૌહાણ ના ઘરે ED ની રેડ મહારાષ્ટ્ર મા બદલા ની રાજનીતિ શરૂ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 49 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રના પુર્વ સીએમ અશોક ચૌહાણને ત્યાં ઈડીએ રેડ કરી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ મોટા નેતાને ત્યાં સરકારી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હોય તો. તેની નોધ દેશના તમામ મિડિયા દ્વારા લેવામાં આવી જ હોય. તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર “अशोक चौहान के घर ED की रेड“ લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને દૈનિક ભાસ્કર દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અશોક ચૌહાણ સામેની આદર્શ ગોટાળાની તપાસમાં ઈડી દ્વારા જોર પકડવામાં આવ્યુ હોવાની વાત સોશિયલ મિડિયામાં ફેલાતા ઈડી દ્વારા નિવેદન આપવામાં આપવામાં આવ્યુ હતુ કે, આ મામલે હાલમાં કોઈ તપાસ કરવામાં આવી નથી.”

અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સીધી જ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમારે ત્યાં ઈડી દ્વારા આ પ્રકારે કોઈ કાર્યવાહી કરવામમાં આવી નથી. કોઈ અધિકારી અમારી પાસે આવ્યા નથી. આ તદન ખોટી વાત છે.”

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થઈ ગયુ હતુ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે હાલમાં કોઈ રેડ કરવામાં આવી નથી. છતા પણ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ઈડી ડિપાર્મેન્ટની મુંબઈમાં આવેલી ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં હાજર જોઈન્ટ સેક્રેટરી સત્યબ્રતા કુમારના પીએ દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, ‘આ પ્રકારે કોઈ રેડ હાલમાં ઈડી દ્વારા કરવામાં આવી નથી. આ તદન ખોટી વાત છે.’
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા જવા મુજબ કોઈ રેડ હાલમાં ઈડી દ્વારા કરવામાં આવી નથી. જેની પૃષ્ટી જોઈન્ટ સેક્રેટરીના પીએ દ્વારા કરવામાં આવી છે.

Title:શું ખરેખર મહારાષ્ટ્રના પુર્વ સીએમને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
