RBIએ નવી ચલણી નોટોમાં ‘સ્ટાર’ (‘*’) ચિહ્ન રજૂ કર્યું છે. ડિસેમ્બર 2016માં પ્રથમ વખત 500/-ની નોટમાં તેમજ 10, 20, 50 અને 100ના મૂલ્યની નોટ પર આ 'સ્ટાર' બેન્કનોટ 2006થી પહેલેથી જ ચલણમાં છે. 500 રૂપિયાના મૂલ્યની બેન્કનોટ જેમાં 'સ્ટાર' ચિહ્ન હોય તે લિગલ ટેન્ડરમાં છે.

500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફૂદડી અથવા સ્ટાર ('*') ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યુ છે અને આ નોટના ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે. “આ નકલી ચલણી નોટ છે જે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ચલણમાં છે. કોઈપણ રૂપિયાની નોટમાં નંબર પેનલમાં ‘સ્ટાર’ માર્ક હોય તે નકલી નોટ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sundarlal Dedaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ નકલી ચલણી નોટ છે જે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ચલણમાં છે. કોઈપણ રૂપિયાની નોટમાં નંબર પેનલમાં ‘સ્ટાર’ માર્ક હોય તે નકલી નોટ છે.”

Facebook | Fb post Archive | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે જ્યારે ગૂગલ પર સર્ચ કરતા અમને આરબીઆઈ દ્વારા 16 ડિસેમ્બર 2016ના તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, “RBI એ નવા રૂપિયાની નંબર પેનલમાં વધારાના અક્ષર ‘*’ (સ્ટાર) ચિહ્ન રજૂ કર્યા છે. ડિસેમ્બર 2016માં 500/- મૂલ્યની બેન્કનોટ. આરબીઆઈએ 16 ડિસેમ્બર 2016ના રોજ મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં 'સ્ટાર' ચિહ્ન ધરાવતા ઈન્સેટ અક્ષર 'E' સાથે નવી 500 રૂપિયાના મૂલ્યની નોટો જારી કરવા અંગે એક પ્રેસ નોટ બહાર પાડી હતી.

Archive

તેમજ આરબીઆઈ દ્વારા આ અંગે માહિતી આપતી પ્રેસનોટ પણ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવી હતી. આ પ્રેસનોટમાં જણાવ્યુ હતુ કે, “500 મૂલ્યની ‘સ્ટાર’ નિશાન વાડી બેંકનોટ પ્રથમ વખત જારી કરવામાં આવી રહી છે.” જે તમે નીચે વાંચી શકો છો.

PR15498F18483F844B4C97BF272814F7E95CD5

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને રૂપિયાના મૂલ્યની આ ‘સ્ટાર’ બેન્કનોટ. રૂ 10/-, રૂ. 20/-, રૂ. 50/- અને રૂ. 100/- પહેલાથી જ 2006 થી ચલણમાં છે. 'સ્ટાર' બેન્કનોટની રજૂઆતનું તર્ક અને યોજના 19 એપ્રિલ 2006 ના રોજ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી જે માહિતી તેમણે પ્રેસનોટમાં વિગતવાર જારી કરી હતી.

69858

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, RBIએ નવી ચલણી નોટોમાં ‘સ્ટાર’ (‘*’) ચિહ્ન રજૂ કર્યું છે. ડિસેમ્બર 2016માં પ્રથમ વખત 500/-ની નોટમાં તેમજ 10, 20, 50 અને 100ના મૂલ્યની નોટ પર આ 'સ્ટાર' બેન્કનોટ 2006થી પહેલેથી જ ચલણમાં છે. 500 રૂપિયાના મૂલ્યની બેન્કનોટ જેમાં 'સ્ટાર' ચિહ્ન હોય તે લિગલ ટેન્ડરમાં છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર સ્ટારના નિશાન વાળી 500 રૂપિયાની નોટ નકલી છે.? જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: False