શું ખરેખર બિહાર અકસ્માતમાં 9 BSFના જવાનોના મોત થયા…? જાણો શું છે સત્ય….

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક બસ પલટી ખાઈ ગઈ હોવાનો ફોટો તેમજ આ બસ આસપાસ સૈના જવાનો દેખાય રહ્યા છે. તેમજ અન્ય ફોટોમાં એક જવાન હોસ્પિટલમાં ઘાયલ હોવાનો દેખાય રહ્યો છે. તેમજ આ પોસ્ટ સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, “બિહારમાં ચૂંટણી બંદોબસ્તમાં જઈ રહેલી જવાનોની બસ પલટી ખાઈ જતા અકસ્માતમાં 9 જવાનોના મૃત્યુ થયા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ અકસ્માતમાં એક પણ જવાન શહિદ નથી થયા, આ અકસ્માતમાં 4 જવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Surat City નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારમાં ચૂંટણી બંદોબસ્તમાં જઈ રહેલી જવાનોની બસ પલટી ખાઈ જતા અકસ્માતમાં 9 જવાનોના મૃત્યુ થયા.”

Facebook | Fb post archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા એક ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને બિહાર પંજાબકેસરીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બિહારના મુજફ્ફરપુર જિલ્લાના કટારા નજીકના બુધકારા વિસ્તારમાં ચૂંટણી કરવવા ગયેલા બીએસએફ જવાનોની બસ પલ્ટી મારી ગઈ હતી. તેમજ આ ઘટનામાં 9 જવાન અને ડ્રાઈવર સહિત ચાર લોકોને ઈજા પહોંચી હતી. 

બિહાર પંજાબકેસરી | સંગ્રહ

આજતક દ્વારા પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ 9 જવાન ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. 

તેમજ અમારી પડતાલને આગળ વધારતા અમને ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, નવ જવાનો સહિત 10 લોકો ઘાયલ થયા હતા. તેમજ ભાસ્કર.કોમ દ્વારા “સિંહવાડા સીએચસીના એમઓઆઈસી ડો. પ્રેમચંદ પ્રસાદનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે તમામ જવાનોની હાલત સ્થિર છે.” તેમજ ઘાયલ તમામ જવાનોના નામ પણ જણાવવામાં આવ્યુ હતુ.

ભાસ્કર.કોમ | સંગ્રહ

તેમજ અમને ન્યુઝબિહાર24.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં 9 જવાનોની મોતની ખબરને નકારી કાઢી હતી અને આ વાત તદ્દન ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ અકસ્માતમાં એક પણ જવાન શહિદ નથી થયા, આ અકસ્માતમાં 9 જવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી.

Avatar

Title:શું ખરેખર બિહાર અકસ્માતમાં 9 BSFના જવાનોના મોત થયા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Partly False