શું ખરેખર લ્યુપો કંપનીના કેક ખાવાથી લકવો થાય છે..? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

High Court Advocates નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. એલર્ટ! નાસ્તાના આ પેકેટો જોખમી છે! બનાવવામાં આવે છે અને યુએસએ, યુરોપ, ઇઝરાઇલ, ભારત નિકાસ થાય છે … દરેક કેકમાં અંદર નરમ ગોળીઓ હોય છે જે લકવો પેદા કરે છે !!! ખાશો નહીં, ખરીદશો નહીં! પ્લીજ ફાેરર્વડશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 17 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 479 લોકો દ્વારા આ વિડિયોને નિહાળવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લ્યુપો કંપનીની કેકમાં ગોળીઓ મળી આવી હતી, જેનાથી નાના બાળકોને લકવો થયો હતો.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા આ વિડિયો સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ ગયો હોવાનું જાણવા મળ્યુ હતુ. યાહુ ન્યૂઝ (યુકે) વેબસાઇટ અનુસાર, આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને કોઈ આધાર નથી. લ્યુપો કેક તુર્કસ્તાનમાં બનાવવામાં આવે છે. રિપોર્ટમાં ફ્રાંસ ઓબ્ઝર્વેટરી, ટાઈટ અને સ્નૂપ્સ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલી તપાસની વિગતો આપવામાં આવી છે.

ટાઈટ વેબસાઇટ અનુસાર, આ વિડિઓને પ્રથમવાર 28 ઓક્ટોબર, 2019 ના રોજ યુટ્યુબ પર શેર કરવામાં આવી હતી. 45 સેકન્ડના આ વીડિયોમાં ઇરાકી-કુર્દીસ્તાન વિસ્તારમાં બોલાતી સોરાની બોલી સાંભળી શકાય છે. નીચે ફ્રીજમાં પણ Ace Aspiliç કંપનીનું ઉત્પાદન છે. આ ઉત્પાદન તુર્કીથી ઇરાકમાં નિકાસ કરવામાં આવે છે. આ વિડિઓ ઇરાક-કુર્દીસ્તાન વિસ્તારમાં હોવાની સંભાવના છે.

વિડિઓનું ધ્યાનથી નિરીક્ષણ કરતા, એવું લાગે છે કે જ્યારે કેક ફેરવવામાં આવે છે, ત્યારે તેમાં બે છિદ્રો પહેલેથી જ હોય છે. પહેલેથઈ જ કેકમાં ગોળીઓ મૂકવાનું શક્ય બની શકે છે. ફ્રાન્સ 24 વેબસાઇટ અનુસાર, વીડિયો વાયરલ થયા પછી કુર્દીસ્તાનના આરોગ્ય મંત્રાલયે આ વિડિઓના તપાસના આદેશ આપ્યા હતા. તદનુસાર, આરોગ્ય અધિકારીઓએ લ્યુપો કેકની સંપૂર્ણ તપાસ કરી. આ તપાસનો વીડિયો ફેસબુક પર પણ શેર કરાયો હતો. લ્યુપો કેકમાં કોઈ ગોળી મળી નથી.

લ્યુપો કેક ભારતમાં ઉપલબ્ધ નથી

https://www.snopes.com/

SNOPES.COM વેબસાઇટ અનુસાર તુર્કમેનિસ્તાનમાં શોપન કંપની દ્વારા લ્યુપો કેક બનાવવામાં આવે છે. આ ઉત્પાદન ફક્ત ઇરાકમાં જ વેચાય છે. આ ઉત્પાદન ભારતમાં ઉપલબ્ધ નથી. તેથી, અહીંના નાગરિકોને ડરવાની જરૂર નથી. ઉપરાંત, આવી ગોળીઓથી લકવો થવાનું જોખમ નથી. તેથી, આ દાવા પાયાવિહોણા છે.

જ્યારે ફેક્ટ ક્રેસન્ડોએ શોલેન કંપનીનો સંપર્ક કર્યો ત્યારે કંપનીએ ઇમેઇલ દ્વારા જવાબ આપ્યો હતો કે, વિડિઓ સંપૂર્ણપણે ખોટો હતો. આંતરરાષ્ટ્રીય ધોરણો અને શરતો અનુસાર કંપની દ્વારા ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા પર પુરતુ ધ્યાન રાખવામાં આવે છે. આ વિડિઓ કંપનીને બદનામ કરવાના હેતુથી ફેલાવવામાં આવી રહો છે. અમે આ સાચા સમાચારોને અમારી વેબસાઇટના માધ્યમથી વાચકો સુધી પહોંચાડવા માંગીએ છીએ.

આ ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, બાળકોની લ્યુપો કેકમાં લકવાની ગોળીઓ મળી ન હતી. કોઈ આવારા તત્વો દ્વારા આ વિડિઓને કંપનીની છબી ખરાબ કરવાના હેતુ થી બનાવવામાં આવ્યો હતો. ઉપરાંત, આ ઉત્પાદન ભારતમાં ઉપલબ્ધ નથી. તે ફક્ત ઇરાકમાં જ વેચાઈ છે. તેથી ભારતના લોકોએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બાળકોની લ્યુપો કેકમાં લકવાની ગોળીઓ મળી ન હતી. કોઈ આવારા તત્વો દ્વારા આ વિડિઓને કંપનીની છબી ખરાબ કરવાના હેતુ થી બનાવવામાં આવ્યો હતો. ઉપરાંત, આ ઉત્પાદન ભારતમાં ઉપલબ્ધ નથી. તે ફક્ત ઇરાકમાં જ વેચાઈ છે. તેથી ભારતના લોકોએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

Avatar

Title:શું ખરેખર લ્યુપો કંપનીના કેક ખાવાથી લકવો થાય છે..? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False