
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમીર ખાનની દીકરી સાથે અન્ય બે છોકરીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમીર ખાનની દીકરી સાથે શાહરુખ ખાનની દીકરી અને શબાના આઝમીની દીકરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધ સત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, આમીર ખાનની દીકરી સાથે શાહરુખ ખાનની દીકરી અને શબાના આઝમીની દીકરી નહીં પરંતુ ઈરા ખાનની મિત્ર ઝિયાન ખાન અને ડેનિએલ્લે પેરેઈરા છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
પ્રદીપ શેઠ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એ મૌલા…યે શાહરૂખ,શબાના ઔર આમીર કી લૌન્ડિયા હૈ..ઈન કો બુરખા તો ક્યા પૂરે કપડે તો પહેના કર દેખ. ખતરા કહીં દીખ નહીં રહા …બાકી સબકુછ દીખ રહા હૈ.. . આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં આમીર ખાનની દીકરી સાથે શાહરુખ ખાનની દીકરી અને શબાના આઝમીની દીકરી છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો એક સમાન ફોટો lokmatnews.in દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આમીર ખાનની બેટી ઈરા ખાને ઈન્સ્ટાગ્રામ પર તેની મિત્રો સાથે બિકીની સાથેના ફોટો શેર કર્યા હતા.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આમીર ખાનની દીકરી ઈરા ખાનના ઈન્સ્ટાગ્રામ પર પણ ઉપરોક્ત ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં ઈરા ખાને ઝિયાન ખાનને ટેગ પણ કરી છે. ઝિયાન ખાન એ ફિલ્મ નિર્માતા મંસૂર ખાનની દીકરી છે. જ્યારે બીજી છોકરી ઈરા ખાનની મિત્ર ડેનિયલ પેરેઈરા છે.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, શાહરુખ ખાની દીકરીનું નામ સુહાના ખાન છે જેને તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમને શાબાના આઝમી તેના પતિ જાવેદ અખ્તર, દીકરા ફરહાન અખ્તર અને દીકરી ઝોયા અખ્તરનો પણ ફોટો પ્રાપ્ત થયો હતો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધ સત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, આમીર ખાનની દીકરી સાથે શાહરુખ ખાનની દીકરી અને શબાના આઝમીની દીકરી નહીં પરંતુ ઈરા ખાનની મિત્ર ઝિયાન ખાન અને ડેનિએલ્લે પેરેઈરા છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં આમીર ખાનની દીકરી સાથે શાહરુખ ખાન અને શબાનાની દીકરી છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Partly False
