ડી-માર્ટ દ્વારા મહિલા કર્મચારીઓને ચાંદલો કરવા પર કોઈ પણ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો… જાણો શું છે સત્ય….

Communal False રાષ્ટ્રીય I National

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં કર્મચારી અને એક ગ્રાહકને ચાંદલો કરવા બાબતે બબાલ થઈ હતી. ડીમાર્ટ દ્વારા તેમના મહિલા કર્મચારીને ચાંદલો કરી ન આવવાનું કહેવામાં આવ્યુ નથી.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવો ખેસ પહેરેલા અને ડી માર્ટના અધિકારી સાથે વાતો કરતા જોઈ શકાય છે. જે મરાઠી ભાષામાં ચર્ચા કરતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડી-માર્ટ દ્વારા મહિલા કર્મચારીને ચાંદલો કરીને આવવાની ના પાડવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ullas Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ડી-માર્ટ દ્વારા મહિલા કર્મચારીને ચાંદલો કરીને આવવાની ના પાડવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટીવીનાઈન ગુજરાતીનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. “મહારાષ્ટ્રના રાયગઢ કર્જતમાં ડી-માર્ટના કર્મચારીએ એક હિન્દુ ગ્રાહકને રામનવમી પર તેના કપાળ પરથી તિલક કાઢવા દબાણ કર્યું. આ ચોંકાવનારી ઘટના વિશે જાણ્યા પછી તરત જ બજરંગ દળના સ્થાનિક કાર્યકરો ડી-માર્ટ ગયા અને આવું કરનાર સ્ટાફના વડાને ચેતવણી આપી હતી.

TV9 GUJARATI | ARCHIVE

તેમજ વધુ સર્ચ કરતા અમને લોકલ ન્યુઝ એજન્સી ગોમન્તક ન્યુઝ વેબસાઈટનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર, “બજરંગ દળના કાર્યકર્તાઓએ ડીમાર્ટના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે જો ફરીથી આવું થશે તો તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવશે.

ARCHIVE

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે ડીમાર્ટના અધિકારીનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ડીમાર્ટની આ ઘટના જુની છે. જો કે, આ બાબતે જે-તે કર્મચારીને ઠપકો પણ આપવામાં આવ્યો હતો અને તેની પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. તેમજ હિન્દુ મહિલાઓને ચાંદલો ન કરીને આવવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં કર્મચારી અને એક ગ્રાહકને ચાંદલો કરવા બાબતે બબાલ થઈ હતી. ડીમાર્ટ દ્વારા તેમના મહિલા કર્મચારીને ચાંદલો કરી ન આવવાનું કહેવામાં આવ્યુ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ડી-માર્ટ દ્વારા મહિલા કર્મચારીઓને ચાંદલો કરવા પર કોઈ પણ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False