શું ખરેખર વિરલ આચાર્ય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય……

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Alpesh patel નામના ફેસબુર યુઝર દ્વારા 1 કરોડ પાટીદારનું ફેસબુક ગ્રુપ (1 પાટીદાર બીજા 100 પાટીદારોને જોડે) નામના ફેસબુક પેજ પર તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ મુકવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. “समय से 6 महिने पहले इस्तीफा देने वाले RBI के D G विरल आचार्य ने कहा.. देश डूबने के कगार पर खड़ा है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 161 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 16 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 72 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ ફોટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્ય દ્વારા દેશ ડૂબવા પર છે. તેવું નિવેદન આપવામાં આપવામાં આવ્યુ.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આટલા મોટા વ્યક્તિ દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોય તો ભારતના તમામ મિડિયો હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય. તેથી અમે ગૂગલ પર विरल आचार्य ने कहा.. देश डूबने के कगार पर खड़ा है લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

GOOGLE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યુ હતુ કે, વિરલ આચાર્ય દ્વારા તેમનો કાર્યકાળ પુરો થાય તેના 6 મહિના પહેલા જ તેમણે રાજીનામું નામુ આપી દિધુ હતુ. પરંતુ તેમના દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે નિવેદન આપવામાં આવ્યુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતું.

DAINIK BHASKAR.png

DAINIK BHAKSAR | ARCHIVE

AAJTAK.png

AAJTAK | ARCHIVE

INDIA TODAY.png

INIDA NEWS | ARCHIVE

ત્યારબાદ અમને આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ડો. આચાર્ય દ્વારા થોડા સમય પહેલા આરબીઆઈને જણાવવામાં આવ્યુ હતુ કે, “તેઓ પોતાના અંગત કારણોસર તેમની ડેપ્યુટી ગર્વનરની પોસ્ટ કન્ટિન્યુ નહી કરી શકે.” જે આપ નીચે જોઈ શકો છો. 

rbi-press-release.jpg

ત્યારબાદ અમે યુ-ટ્યુબ પર “RBI के विरल आचार्य ने कहा  देश डूबने के कगार पर खड़ा है લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

YOUTUBE.png

ARCHIVE

આમ આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર ડો. વિરલ આચાર્ય દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ હોવાનું અમારી પડતાલમાં સાબિત થતુ નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર ડો. વિરલ આચાર્ય દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ હોવાનું અમારી પડતાલમાં સાબિત થતુ નથી.

Avatar

Title:શું ખરેખર વિરલ આચાર્ય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: False