જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સુંદર એરપોર્ટનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સુંદર એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સુંદર એરપોર્ટનો વીડિયો અરુણાચલ પ્રદેશ ખાતે આવેલા એરપોર્ટનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સુંદર એરપોર્ટનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અરુણાચલ પ્રદેશના એરપોર્ટનો નહીં પરંતુ બેંગ્લોર ખાતે આવેલા એરપોર્ટનો છે. આ વીડિયોને અરુણાચલ પ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vatsal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અરુણાચલ પ્રદેશ એરપોર્ટ.. બાંબુમાંથી બનાવેલું.. અદભૂત અને આકર્ષક..૫૬ સેકન્ડ ની અવધિ vdo ની.. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સુંદર એરપોર્ટનો વીડિયો અરુણાચલ પ્રદેશ ખાતે આવેલા એરપોર્ટનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો જેવો એક અન્ય વીડિયો કર્ણાટકના આરોગ્યમંત્રી ડૉ. કે. સુધાકર દ્વારા 18 ઓક્ટોમ્બર, 2022 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, બેંગ્લોરના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવા બનેલા ટર્મિનલ 2 નો આ વીડિયો છે.

કર્ણાટકના મોટા અને મધ્યમ કક્ષાના ઉદ્યોગમંત્રી ડૉ. મુરુગેશ નિરાની અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ પણ ગયા મહિને આ જ વીડિયો શેર કર્યો હતો.

પત્રકાર મહેશ ચિટનીસે બેંગ્લોર એરપોર્ટ પરના ટર્મિનલ 2નો વધુ એક વીડિયો પણ શેર કર્યો છે.

નવું ટર્મિનલ એક થીમ પર આધારિત છે જે ભારતના બગીચા શહેર તરીકે બેંગલુરુની નૈતિકતા દર્શાવે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 નવેમ્બરે આ બીજા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે.

અમેરિકન આર્કિટેક્ચરલ ફર્મ Skidmore, Owings & Merrill (SOM) એ મુસાફરોને “બગીચામાં ચાલવાનો” અનુભવ આપવા માટે બેંગલુરુ એરપોર્ટમાં આ પ્રકારનું ટર્મિનલ ડિઝાઇન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ નવા ટર્મિનલની ફોટા શેર કર્યા છે.

તેઓએ ટ્વિટમાં જમાવ્યું હતું કે, “આનાથી એરપોર્ટની ક્ષમતામાં વધારો થશે અને વાણિજ્યને વેગ મળશે. મને ખુશી છે કે, આ ટર્મિનલ બિલ્ડિંગના ટકાઉપણાને સૌથી વધુ મહત્વ આપે છે. ” 

અરુણાચલ પ્રદેશનું ડોની પોલો એરપોર્ટ

ઇટાનગરના હોલોંગીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

ગયા અઠવાડિયે, પીએમ મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય કેબિનેટે રાજ્યની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે સૂર્ય (ડોની) અને ચંદ્ર (પોલો) ના સન્માનમાં તેનું નામ ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર રાખ્યું છે.

તે અરુણાચલ પ્રદેશનું ત્રીજું એરપોર્ટ છે. તેમાં રાજ્ય પક્ષી છે – ગ્રેટ હોર્નબિલ – આકારનો પ્રવેશ દ્વાર વાંસથી બનેલો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે પોસ્ટમાં સુંદર એરપોર્ટનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અરુણાચલ પ્રદેશના એરપોર્ટનો નહીં પરંતુ બેંગ્લોર ખાતે આવેલા એરપોર્ટનો છે. આ વીડિયોને અરુણાચલ પ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સુંદર એરપોર્ટનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False