શું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…? જાણો સત્ય…

Mixture રાષ્ટ્રીય I National સામાજિક I Social

My Gujarat  ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Rip ??? ઓમ શાંતી…! જ્યારે પોસ્ટની અંદર બાલવીરના બાળ કલાકારના ફોટો સાથે એવું લખેલું છે કે, બાલવીર જેવી સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2500 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 2300 થી વધુ લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 214 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.23-12-27-22.png

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર બાલવીર સિરિયલના ફોટોમાં દેખાતા બાળકલાકારનું માર્ગ અકસ્માતમાં મોત થયું હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ Death of Balveer actor સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.23-13-53-27.png

Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને patrika.com દ્વારા 19 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે, બાલવીર સિરિયલના બાળ કલાકાર શિવલેખસિંહ ઉર્ફ અનુસિંહનું છત્તીશગઢની રાજધાની રાયપુરની નજીક એક માર્ગ અકસામાતમાં મોત થયું છે. વધુમાં લખેલું છે કે, તેઓ પોતાની અર્ટીગા ગાડીમાં જતા હતા ત્યારે તેમની કારની ટક્કર એક ટ્રેલર સાથે થતાં શિવલેખનું આ અકસ્માતમાં મૃત્યું થયું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.patrika.com-2019.07.23-14-15-21.png

Archive

અમારી વધુ તપાસમાં અમને આ સમાચરને લગતો SKK News India દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ પ્રારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ એક માર્ગ અકસ્માતમાં બાલવીર સિરિયલના બાળ કલાકાર શિવલેખસિંહનું મોત થયાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરના તમામ સમાચાર અને માહિતીને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી બાલવીરના બાળ કલાકાર શિવલેખસિંહનું માર્ગ અકસ્માતમાં મોત એ માહિતી સાચી છે પરંતુ તેની સાથે દર્શાવવામાં આવેલો ફોટો શિવલેખસિંહનો નહીં પરંતુ બાલવીર સિરિયલના જ બાળ કલાકાર દેવ જોશીનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ અમે શિવલેખસિંહ અને દેવ જોશી  બંને કલાકારોના ફોટોની સરખામણી કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

2019-07-23.png

આમ, અમારા ઉપરના તમામ સંશોધન પરથી એ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાચી છે પરંતુ તેની સાથે મૂકવામાં આવેલો ફોટો ખોટો છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી બાલવીરના બાળ કલાકાર શિવલેખસિંહનું માર્ગ અકસ્માતમાં મોત એ માહિતી સાચી છે પરંતુ તેની સાથે દર્શાવવામાં આવેલો ફોટો શિવલેખસિંહનો નહીં પરંતુ બાલવીર સિરિયલના જ બાળ કલાકાર દેવ જોશીનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False