
Mojemastram- મોજે મસ્તરામ નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 17 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઉનાળામાં જોરદાર ચાલી રહ્યું છે આ નાનું ફ્રિઝ, કીમત છે ફક્ત 1200 – MojeMastram” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 173 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 225 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાનું ફ્રિજ 1200 રૂપિયામાં મળે છે.
ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “1200 રૂપિયામાં મળતુ ફ્રિજ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામમાં અમને ક્યાંય પણ આ પ્રકારનું ફ્રિજ મળતુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને યુ-ટ્યુબ પર “1200 રૂપિયામાં મળતુ ફ્રિજ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.


ત્યારબાદ ઓનલાઈન શોપિંગ માટેની વેબસાઈટ amazon અને flipkart વેબ સાઈટ પર Divinext Usb રેફ્રીજરેટર ફોર કાર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું 1200 રૂપિયામાં રેફ્રિજરેટર મળતુ હોવાનું જાણવા મળ્ચુ ન હતુ. આમ, ઓનલાઈન આ પ્રકારે કોઈ રેફ્રિજરેટર ન મળતુ હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ અમે અમદાવાદની ઈલક્ટ્રોનિક્સની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી અને વેપારીઓને આ અંગે પૂછતા તેમણએ અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ ફ્રિજ માર્કેટમાં વહેચાતુ ન હોવાનું જણાવ્યુ હતુ.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે 1200 રૂપિયામાં કોઈ ફ્રિજ મળતુ હોવાનું અમને જાણવા મળ્ચુ ન હતુ, અમારી પડતાલમાં ક્યાંય પણ 1200 રૂપિયાનું ફ્રિજ વહેચાતુ હોવાનું સાબિત થતુ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 1200 રૂપિયામાં કોઈ ફ્રિજ મળતુ હોવાનું અમને જાણવા મળ્ચુ ન હતુ, અમારી પડતાલમાં ક્યાંય પણ 1200 રૂપિયાનું ફ્રિજ વહેચાતુ હોવાનું સાબિત થતુ નથી.

Title:શું ખરેખર 1200 રૂપિયામાં ફ્રિજ મળી રહ્યુ છે…? જાણો શું છે સત્ય..
Fact Check By: Frany KariaResult: False
