
Naren Rayka Bhit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે લોકો એમ કહે છે કે આ લોકો ભૂખ્યા ને જમાડે છે… તો જુવો એક વાર આ વીડિયો આ મુસ્લિમ યુવકો કેવી રીતે હિંદુઓ ને જમાડીને રોગ આપવાના કામ કરે છે… થોડા સાવચેત રેહજો ભાઈઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 68 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 32 લોકોએ તેમના પ્રતિભાવો જણાવ્યા હતા. તેમજ 244 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુસ્લમાનો દ્વારા હિંદુઓને રોગ આપવા વાસણ એઠા કરવામાં આવી રહ્યા છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. વિડિયોમાં દેખાતા યુવકોની ટોપી મુસ્લમાનોની ટોપી સાથે મળતી દેખાતી ન હતી. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘Vimeo’ દ્વારા આ જ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો મુસ્લિમોનો નહિં પરંતુ વોહરા સમાજનો છે. દાઉદી વોહરા ધર્મના લોકો અન્નનો બગાડ નથી કરતા. જેના કારણે તેઓ જમ્યા બાદ તમામ વાસણને ચાટે છે અને પછી ધોવા માટે મુકે છે.” જે તમે નીચે જોઈ શકો છો. VIMEO | ARCHIVE
છતા પણ અમારી પડતાલને મજબુત કરવા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને બિંગ રિવર્સ ઈમેજથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂદી-જૂદી વેબસાઈટની લિંક પ્રાપ્ત થઈ હતી. જેમાં વોહરા સંસ્કૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં ઘણી વબેસાઈટમાં ‘નો ફૂડ વેસ્ટેજ’ ની પારંપરિક પ્રથાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખૂબ જ મહત્વપૂર્ણ વાત એ છે કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં યુવાનોએ જે ટોપી પહેરી છે તે દાઉદી વોહરા ધર્મના લોકો સાથે મળતી આવતી હતી. અમે ‘આઉટલુક ઈન્ડિયા’ દ્વારા પ્રકાશિત વોહરા સમાજની જમવાની શૈલીનું ચિત્ર લીધુ અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો સાથે સરખામણી કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં બતાવેલ વિડિઓ વોહરા ધર્મનો છે, હિન્દુઓમાં રોગ આવે તે માટે મુસ્લિમો આ પ્રકારે કરી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વોહરા ધર્મનો છે. હિન્દુઓમાં રોગ આવે તે માટે મુસ્લિમો યુવાનો દ્વારા વાસણો એઠા કરવામાં આવી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર મુસ્લમાનો દ્વારા હિન્દુઓને એઠા વાસણ જમાડવામાં આવી રહ્યા છીએ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
