શું ખરેખર સુરતમાં શોપિંગ મોલ, જીમ, થીયટેરો બંધ રાખવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં સુરત પોલીસ કમિશનરના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરત સ્પેશિયલ કમિશનર દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારને લઈ આદેશ કરવામાં આવ્યા હોવાનુ જણાવવામાં આવ્યુ છે.આ પત્ર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતના સ્પેશિયલ કમિશનર ડો.પી.એસ.પટેલ દ્વારા શહેરના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં જીમ, થિયેટર, શોપિંગ મોલ બંધ કરવા આદેશ કરાયો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પત્ર મુજબ સુરતના સ્પેશિયલ કમિશનર દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. આ એક ફર્જી લેટર હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે અંગે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Guru Patel Isroli નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતના સ્પેશિયલ કમિશનર ડો.પી.એસ.પટેલ દ્વારા શહેરના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં જીમ, થિયેટર, શોપિંગ મોલ બંધ કરવા આદેશ કરાયો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને સ્થાનિક ન્યુઝ એજન્સી સુરતી ખબરીલાલ દ્વારા પ્રસારિત એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. 

આ પોસ્ટમાં આ લેટર પણ શેર કરવામાં આવેલો હતો. અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ લેટર ફર્જી છે. તેમજ આ પ્રકારે કોઈ આદેશ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો નથી. તેમજ સાઈબર ક્રાઈમ બ્રાંચ દ્વારા આ લેટર બનાવનારની તપાસ કાર્યવાહી ચાલી રહી છે.

FACEBOOK | ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સુરત પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક સાધ્યો હતો. ત્યા હાજર અધિકારી દ્વારા આ લેટર ફર્જી હોવાનો તેમજ આ પ્રકારે કોઈ આદેશ કરાયો ન હોવાનું જણાવ્યુ હતુ. તેમજ આ અંગે જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલિઝ પણ તેમણે અમને મોકલાવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પત્ર મુજબ સુરતના સ્પેશિયલ કમિશનર દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. આ એક ફર્જી લેટર હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે અંગે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર સુરતમાં શોપિંગ મોલ, જીમ, થીયટેરો બંધ રાખવા આદેશ કરાયો…?

Fact Check By: Yogesh Karia 

Result: False