શું ખરેખર ભારતમાં જીઓ 5Gના ટેસ્ટિંગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે…..? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ભારતમાં બર્ડ ફ્લુને લઈ દેશમાં ભારે દહેશતનો માહોલ છે. જેના કારણે સોશિયલ મિડિયામાં પણ ઘણા સમાચારો ફેલાઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બર્ડ ફલૂ જેવુ કાંઈ નથી, પરંતુ જીઓ 5Gના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બર્ડ ફલૂ જેવુ કાંઈ નથી, પરંતુ જીઓ 5Gના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Financial Expressનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ ટેલિકોમ કંપનીને ભારતમાં 5Gના તકનીકી પરિક્ષણની મંજૂરી નથી આપવામાં આવી, કેન્દ્રીય આઇટી અને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ભારતમાં ટૂંક સમયમાં 5જીનું પરિક્ષણ શરૂ થઈ શકે છે. 

કેન્દ્રએ હજી સુધી 5જી સ્પેક્ટ્રમની હરાજી કરી નથી. દૂરસંચાર વિભાગે માર્ચમાં યોજાનારી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા અરજીઓ મંગાવી છે.

FINANCIAL EXPRESS | ARCHIVE

પડતાલ દરમિયાન અમને ટ્રાઈની ફેબ્રુઆરી 2019ની પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. 5Gનું પરિક્ષણ ભારતમાં બાકીના વિશ્વની સાથે-સાથે 2020માં શરૂ કરવામાં આવશે. જે અનેક કારણોસર થઈ શક્યું નથી, જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને અમેરિકાએ 5 જીનું પરીક્ષણ શરૂ કર્યું છે.

વધુ તપાસ દરમિયાન અમને ફાઇનાન્સિયલ એક્સપ્રેસ, ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલો પ્રાપ્ત થયા હતા. મિડિયાના આ અહેવાલો મુજબ, “ટેલિકોમ કંપનીઓ હજુ પણ 5જી પરિક્ષણ પર સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ અહેવાલો થકી, સ્પષ્ટ થઈ ગયું કે 5જી હજી ભારતમાં ખટખટાવ્યો નથી.”

FINANCIAL EXPRESS | ARCHIVE

તપાસ દરમિયાન અમને 5જી સાથે જોડાયેલ રિલાયન્સ જિઓનું એક ઓફિશિયલ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં “જિઓએ કહ્યું છે કે તે 2021ના ​જૂન મહિનાથી 5જીનું પરિક્ષણ શરૂ કરી શકે છે.

ARCHIVE

જે પછી અમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે મુજબ સરકારના પશુપાલન અને ડેરી મંત્રી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “શિયાળામાં બર્ડ ફ્લૂ થવું સામાન્ય વાત છે.

TIMES OF INDIA | ARCHIVE 

તેમજ આ પોસ્ટ સાથે વધૂ એક માહિતી શેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, નેધરલેન્ડમાં 5Gના પરિક્ષણ દરમિયાન 100થી વધૂ પક્ષીઓના મોત થયા હતા. જેમાં ઉપરના ભાગે તારીખ પણ નોંધવામાં આવી હતી જે 10 નવેમ્બર 2018 હતી. તેથી અમે તે વિષયની શોધ કરતા અમને ડચ સરકાર દ્વારા આપવામાં આવેલો ખુલાસો પ્રાપ્ત થયો હતો. ડચ સરકારના એન્ટેના બ્યુરોએ પુષ્ટિ કરી હતી કે ઓક્ટોબર 2018માં જે જગ્યાએ પક્ષીઓના મોત થયા હતા તે ઉદ્યાનની નજીક 5જી માસ્ટનું કોઈ પરીક્ષણ થયું નથી. તેમજ વધૂમાં જણાવવામાં આવ્યુ હતુ કે,  નેધરલેન્ડમાં બધા ટ્રાન્સમિશન માસ્ટ્સ સલામતીના ધોરણો દ્વારા બંધાયેલા છે અને “માપન પ્રમાણે, રેડિયેશન સલામતીના ધોરણોની નીચે જ છે.”

ભારતમાં ભલે 5G નથી આવ્યુ પરંતુ 5Gના કારણે બર્ડ ફ્લુના મોત થઈ શકે છે. તે જાણવા અમે IMAના ડોક્ટર વિજય પોપટનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “5G રેડિયશનના પક્ષિયોં પર કોઈ સિધો પ્રભાવ નથી પડતો. તેમના રિપ્રોડ્ક્ટિવ સિસ્ટમ અને ઈમ્યૂન સિસ્ટમ પર રેડિએશનમાં અમુક ઈન્ડાયરેક્ટ ઈફેક્ટ જોવા મળી શકે છે. જો કે, હજુ સુધી આ સંબંધમાં કોઈ ઠોસ પ્રમાણ સામે નથી આવ્યુ.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોશિયલ મિડિયા પર વાયરલ બર્ડ ફ્લૂ અને 5જી અંગે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ભારતમાં હજી 5જીનું પરિક્ષણ શરૂ થયુ નથી. આવી સ્થિતિમાં,પક્ષીઓનું મૃત્યુ 5જીનાં કિરણોત્સર્ગને કારણે થઈ શકતું નથી.

Avatar

Title:શું ખરેખર ભારતમાં જીઓ 5Gના ટેસ્ટિંગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે…..?

Fact Check By: Yogesh Karia 

Result: False