તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર આકાશમાં વિમાન પર થઈ રહેલા હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા દ્વારા યુક્રેનના વિમાન પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વાસ્તવિક યુદ્ધનો નહીં પરંતુ એનિમેશનની મદદથી બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દૂ સૂટર નામના ફેસબુક યુઝર દ્વારા 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રુસ તો ખરેખર ધમધમારે છે હો યુક્રેન ને ....... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા દ્વારા યુક્રેનના વિમાન પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને borisao_blois નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ પર 8 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

વધુમાં અમને borisao_blois દ્વારા આજ વીડિયો તેના યુટ્યુબ પર પણ 30 ઓક્ટોમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો એનિમેશનની મદદથી બનાવવામાં આવ્યો છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ પહેલાંનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વાસ્તવિક યુદ્ધનો નહીં પરંતુ એનિમેશનની મદદથી બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:એનિમેશન દ્વારા બનાવવામાં આવેલો વીડિયો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક યુદ્ધના નામે વાયરલ... જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False