
Jigna Dhanak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરેન્દ્રનગર ના મેળા માં પાલખી તૂટી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરેન્દ્રનગરના મેળામાં આ પ્રકારે રાઈડ તુટી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અંન્નતાપુર, આંધ્રપ્રદેશનો 2018નો છે. જેમાં 10 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયુ હતુ. જે ઘટનાને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો.
આ ઘટના બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોનો વિડિયો પણ એનડીટીવીના એડિટર ઉમા ભારતી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત વિડિયો સુરેન્દ્રનગરનો નહીં પરંતુ વર્ષ 2018નો આંધ્રપ્રદેશનો વિડિયો છે. જેમાં 10 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયુ હતું.
પરિણામ
ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં શેર કરવમાં આવેલો વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો આંધ્રપ્રદેશનો વિડિયો છે. જેમાં 10 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયુ હતું.

Title:શું ખરેખર સુરેન્દ્રનગરના મેળામાં રાઈડ તુટી ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
