વાયરલ વીડિયો જૂનો છે અને અલ્જીરિયાનો છે. આને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી..

7 ઓક્ટોબરે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો અને ગાઝા પટ્ટીમાંથી 5,000 રોકેટ છોડ્યા. મૃત્યુઆંક 1,700 પર પહોંચી ગયો છે, જ્યારે ઓછામાં ઓછા 2,700 ઘાયલ થયા છે. આ દરમિયાન આખા શહેરમાં ફટાકડા ફોડતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ કોઈ દિવાળીનો વીડિયો નથી પરંતુ ઈઝરાયેલી સેનાએ ગાઝામાં જવાબી હવાઈ હુમલા કર્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ કોઈ દિવાળીનો વીડિયો નથી પરંતુ ઈઝરાયેલી સેનાએ ગાઝામાં જવાબી હવાઈ હુમલા કર્યા છે.”

Facebook | FB post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

તેમજ તપાસની શરૂઆતમાં, અમે વીડિયોની કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામમાં એક ટ્વિટ જોવા મળ્યું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 28 સપ્ટેમ્બરના રોજ @ramiguerfi41 દ્વારા વાયરલ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.

Archive

જ્યારે હમાસે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.

વધુ શોધ કરવા પર, અમને ઘણી ટ્વિટ મળી જે મુજબ આ વિડિયો અલ્જેરિયામાં ફિલ્માવવામાં આવ્યો હતો જ્યાં ફૂટબોલ ચાહકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

Archive

મળેલી માહિતીની મદદથી અમે ગૂગલ પર વિવિધ કીવર્ડ્સ વડે સમાચાર શોધવાનો પ્રયાસ કર્યો. પરિણામમાં અમને CR Belouizdad Football Club ની YouTube ચેનલ મળી, જે 19 જુલાઈના રોજ અપલોડ કરવામાં આવી હતી.

જેમાં Crébeloizdad ની 61મી વર્ષગાંઠ અને 10મી અલ્જેરિયન ચેમ્પિયનશિપની ઉજવણી દર્શાવવામાં આવી હતી. વીડિયોમાં તે જ લાલ જ્વાળાઓ અને ફટાકડા હતા જે વાયરલ વીડિયોમાં દેખાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો જૂનો છે અને અલ્જીરિયાનો છે. આને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે તેને જોડતો એક અસંબંધિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે…. જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False