
તાજેતરમાં સોશિયલ મીડિયા પર EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 માં મહારાષ્ટ્ર ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 20 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, EVM મશીનનો વિરોધ કરી રહેલા આ વ્યક્તિને હું સલામ કરું છું કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો ભારતના દરેક નાગરિકે દરેક રાજ્યમાં EVM મશીન હટાવવાનો અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાનો સખત વિરોધ કરવો પડશે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર hindustantimes.com દ્વારા 21 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મતદાન દરમિયાન બસપાના એક કાર્યકર્તાએ ઈવીએમ પર શાહી ફેંકી હતી. આ સિવાય રિપોર્ટમાં વ્યક્તિનું નામ સુનીલ ખામ્બે તરીકે દર્શાવવામાં આવ્યું છે. જેણે થાણે જિલ્લાના એક મતદાન મથક પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર શાહી ફેંકી હતી. જ્યારે પોલીસે તે વ્યક્તિને લઈ જવાનું શરૂ કર્યું, ત્યારે તેણે ઈવીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમની જગ્યાએ બેલેટ પેપરનો ઉપયોગ કરવાની માંગ કરી. તેણે ઈવીએમને લોકશાહીની મજાક પણ ગણાવી હતી.

જેના પરથી અમને ખબર પડી કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 નો છે.
આ ઘટના અંગેનો એક વીડિયો રિપોર્ટ આજતકની વેબસાઇટ પર જોઈ શકાય છે, જે 22 ઓક્ટોબર, 2019 નો છે. અહીં એવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે કે, બહુજન સમાજવાદી પાર્ટીના નેતા સુનીલ ખામ્બેએ ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાની પ્રક્રિયાનો વિરોધ કરતા ઈવીએમ પર શાહી ફેંકી હતી. ત્યારબાદ તેઓએ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સ્થળ પર હાજર પોલીસે બસપા નેતા સુનીલ ખામ્બેની ધરપકડ કરી હતી.

ANI દ્વારા 21 ઓક્ટોમ્બર, 2019 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર પણ આ ઘટના અંગેની પોસ્ટ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 માં મહારાષ્ટ્ર ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
