તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર હુમલો કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર હુમલો કરી રહેલા લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં તેલંગાણા ખાતે બનેલી ઘટનાનો છે. એ સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને ટીઆરએસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 25 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચલો ભક્તો હેપ્પી હોલી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો BNN Channel નામના એક ફેસબુક પેજ દ્વારા 1 નવેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તેલંગાણાના મુનુગોડે ખાતે ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને ટીઆરએસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ તેનો આ વીડિયો છે.

આજ વીડિયો અને માહિતી અન્ય એક ફેસબુક યુઝર દ્વારા પણ 1 નવેમ્બર, 2022 ના રોજ મૂકવામાં આવી હતી.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના વધુ એક સમાચાર કડક ન્યૂઝ દ્વારા 1 નવેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમને ભાજપના તેલંગાણાના સ્ટેટ પ્રેસિડેન્ટ જી કિશન રેડ્ડી દ્વારા 1 નવેમ્બર, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આજ વીડિયો વિશેની માહિતી આપવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર હુમલો કરી રહેલા લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં તેલંગાણા ખાતે બનેલી ઘટનાનો છે. એ સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને ટીઆરએસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર હુમલો કરી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context