તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના ગાજીપુર ખાતે એક મહિલાએ લગ્નના દિવસે જ લગ્ન કર્યા પહેલાં મતદાન કર્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2016 માં તમિલનાડુ ખાતે એક મહિલાએ લગ્ન બાદ મતદાન કર્યું હતું તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 20 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લોકસભા ચુનાવ '૨૪ બિહાર, ગાજીપુર પહેલાં મતદાન પછી કન્યાદાન આજે આ છોકરીના લગ્ન છે, દેશમાં પાંચમા ચરણનું આજે મતદાન છે ત્યારે લગ્નના ઢોલ શરણાઈ વાગે છે જાન આવી ગઈ છે, ફૂલમાળાની રસમ પૂરી થઈ, મંગલ ફેરા થાય એ પહેલાં જ આ છોકરી નજીકના મતદાન મથકે પહોંચી ગઈ અને મતદાન કર્યું. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના ગાજીપુર ખાતે એક મહિલાએ લગ્નના દિવસે જ લગ્ન કર્યા પહેલાં મતદાન કર્યું તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો અહેવાલ m.rediff.com દ્વારા 16 મે, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ મહિલાએ લગ્ન બાદ તરત જ મતદાન મથકે જઈને મતદાન કર્યું અને આ ઘટના તમિલનાડુની છે.

Archive

આજ ફોટો અમને અન્ય કેટલીક વેબસાઈટ પર પણ જુદા-જુદા સમયે આર્ટિકલમાં મૂકવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જે તમે અહીં જોઈ શકો છો. shethepeople.tv | orissapost.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2016 માં તમિલનાડુ ખાતે એક મહિલાએ લગ્ન બાદ મતદાન કર્યું હતું તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context