જાણો પઠાણ ફિલ્મના પોસ્ટર સાથેના સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેના વાયરલ ફોટોનું શું છે સત્ય…

Altered સામાજિક I Social

તાજેતરમાં શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તેનો ઘણો બધો વિરોધ થયો હતો. ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેનો પઠાણ ફિલ્મના પોસ્ટર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર સુદર્શન ચેનલના માલિક સુરેશ ચવ્હાણકે પણ ફિલ્મ જોવા પહોંચી ગયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેનો પઠાણ ફિલ્મના પોસ્ટર સાથેનો જે ફોટો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

P J Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પઠાણ ફિલ્મ નો વિરોધ કરનાર સુદર્શન ન્યૂઝ ના માલિક ચોહાણ સાહેબ પણ ફિલ્મ જોવા ગયા બોલો ભારત માતા કી જય  આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર સુદર્શન ચેનલના માલિક સુરેશ ચવ્હાણકે પણ ફિલ્મ જોવા પહોંચી ગયા. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરુઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો એકસમાન ફોટો 26 જાન્યુઆરી, 2023 ના રોજ મૂકવામાં આવ્યો હતો. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, સુદર્શન મુખ્યાલય. મીડિયાના મંદિરમાં ટીમ સુદર્શનની સાથે.

આ ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ફોટોમાં ક્યાંય પણ પઠાણ ફિલ્મનું પોસ્ટર જોવા મળતું નથી.

નીચે તમે વાયરલ ફોટો અને સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેના ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેનો પઠાણ ફિલ્મના પોસ્ટર સાથેનો જે ફોટો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:જાણો પઠાણ ફિલ્મના પોસ્ટર સાથેના સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેના વાયરલ ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Altered