
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતા અંબાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતા અંબાણીને હાથ જોડીને ઝૂકીને પ્રણામ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નીતા અંબાણીને પ્રણામ કરતો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનના એક રિટાયર્ડ ફોટોગ્રાફરની પત્ની દીપિકા મોન્ડલને પ્રણામ કરી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ashvin Jasani નામના ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતા અંબાણીને હાથ જોડીને ઝૂકીને પ્રણામ કરી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને amarujala.com દ્વારા 12 એપ્રિલ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને હાથ જોડીને પ્રણામ કરી રહ્યા છે એ ‘દિવ્યજ્યોતિ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એન્ડ વેલફેર સોસાયટી’ નામની એનજીઓના ચીફ ફંક્શનલ ઓફિસર છે. વધુમાં તે મહિલાના પતિનું નામ સમર મોન્ડલ છે જે રાષ્ટ્રપતિ ભવન ખાતે ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ફોટો વર્ષ 2015 માં યોજાયેલા એક કાર્ક્રમ દરમિયાનનો છે. જ્યાં નરેન્દ્ર મોદીએ દીપિકા મોન્ડલને જોયા અને પ્રણામ કર્યા.
ફક્ત નરેન્દ્ર મોદી જ નહીં પણ અન્ય હસ્તીઓ સાથે પણ તેમના ફોટો તમે જોઈ શકો છો.
પોસ્ટમાં મૂકવામાં આવેલા જ ફોટો અને ઉપરોક્ત માહિતી સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindi.oneindia.com | b4blaze.com
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નીતા અંબાણીને પ્રણામ કરતો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનના એક રિટાયર્ડ ફોટોગ્રાફરની પત્ની દીપિકા મોન્ડલને પ્રણામ કરી રહ્યા છે.

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતા અંબાણીને ઝૂકીને પ્રણામ કરી રહ્યા છે….?
Fact Check By: Vikas VyasResult: False
