
Chinu Mistry નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Amul butter. આ પોસ્ટમાં મૂકવામાં આવેલી અમૂલની જાહેરાતના ફોટોમાં એવું લખાણ છે કે, “नाना ने खाया, दादी ने खाया ,पापा ने खाया, मम्मी ने खाया, आओ बहना तुम भी खा लो, जीजू को भी यहाँ बुला लो” જેના સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમૂલ દ્વારા ગાંધી પરિવાર પર જાહેરાત બનાવવામાં આવી છે. આ પોસ્ટને 7 લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અમૂલ દ્વારા ગાંધી પરિવાર પર જાહેરાત બનાવવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને Shubo Roy નામના ટ્વિટર યુઝર દ્વારા 14 મે, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ એક અમૂલની જાહેરાત છે. જેમાં મારા દ્વારા કોઈ જ રાજકીય ઉશ્કેરણી નથી. જેના જવાબમાં અમૂલના કસ્ટમર કેર Amul4Cutomer દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, પ્રિય મહોદય, આ એક ખોટી પોસ્ટ છે. અમારા દ્વારા આ પ્રકારે કોઈ જ જાહેરાત બનાવવામાં આવી નથી. મૂળ જાહેરાત તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને Amul.coop દ્વારા 24 જાન્યુઆરી, 2019 ના રોજ પ્રિયંકા ગાંધીએ જ્યારે રાજનીતિમાં પગ મૂક્યો ત્યારે બનાવવામાં આવેલી જાહેરાત પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં આજ પ્રકારના અન્ય વાયરલ પોસ્ટર પણ પ્રાપ્ત થયા હતા. જેમાં લાલ અને સફેદ બંને કાર ત્રણેય જાહેરાતમાં તમે જોઈ શકો છો. પરંતુ બેનરમાં અલગ-અલગ જાહેરાતો મૂકવામાં આવી છે. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો એડિટીંગ કરીને મૂકવામાં આવ્યો છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી અમૂલની જાહેરાતનો ફોટો એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી અમૂલની જાહેરાતનો ફોટો એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:અમૂલ દ્વારા બનાવવામાં આવેલી જાહેરાત ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
