શું ખરેખર ભારત દ્વારા હાઈડ્રોક્સિક્લોરોક્વિનના સપ્લાય કરવા પર અમેરિકી વિદ્યાર્થીઓએ અભિવાદન માટે ગાયું ભારતીય રાષ્ટ્રગાન…? જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International

Jignesh Shah‎  નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2020 ના રોજ GUJARATI RECEPIES નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, Put together by USA students to Thank India for supply of Hydroxichloriquin 🙏👍👌. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દ્વારા અમેરિકાને હાઈક્સિક્લોરોક્વિન નામની દવા સપ્લાય કરવા બદલ અમેરિકી વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય રાષ્ટ્રગાન ગાઈને આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 1400 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 173 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 758 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.27-18_46_29.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારત દ્વારા અમેરિકાને હાઈક્સિક્લોરોક્વિન નામની દવા સપ્લાય કરવા બદલ અમેરિકી વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય રાષ્ટ્રગાન ગાઈને આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Anisha Dixit દ્વારા 12 ઓગષ્ટ, 2017 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અમેરિકાના નાગરિકો દ્વારા પહેલીવાર ભારતનું રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું. આ વીડિયોની નીચે આપવામાં આવેલી વધુ માહિતીમાં એં લખવામાં આવ્યું છે કે, સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. અમારા 71 મા સ્વતંત્રતા દિવસના અવસર પર હું વૈશ્વિક સ્વતંત્રતા અને વિવિધતાનો ઉત્વ મનાવવા માગુ છું. એકતા અને વિવિધતા ભારત માટે બધું જ છે અને એઝ આ વીડિયોમાં છે. કૃપા કરીને ઉભા થઈ જાઓ અને દુનિયાના વિભિન્ન લોકો સાથે THE INDIAN NATIONAL ANTHEM ગાઈને સ્વતંત્રતા દિવસ મનાવીએ. જો તમને ભારતીય હોવા પર ગર્વ છે તો SHARE કરો!.”  

Archive

ઉપરોક્ત વીડિયોની નીચે આપવામાં આવેલી માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોને કોરોના વાયરસ કે હાઇડ્રોક્સિક્લોરોક્વિન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો કોરોના વાયરસના પ્રકોપના ત્રણ વર્ષ પહેલાંથી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે ત્રણ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોને કોરોના વાયરસ કે હાઇડ્રોક્સિક્લોરોક્વિન સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભારત દ્વારા હાઈડ્રોક્સિક્લોરોક્વિનના સપ્લાય કરવા પર અમેરિકી વિદ્યાર્થીઓએ અભિવાદન માટે ગાયું ભારતીય રાષ્ટ્રગાન…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False