
Gujju Gyan નામના ફેસબુક પેજ દ્વારા 25 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક વીડિયોના શીર્ષકમાં એવું લખેલું છે કે, જુવો પાકિસ્તાન ને હરાવ્યા પછી ભારતીય ટીમ નું સ્વાગત ??? જોવા નું ચૂકતા નહી ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 206 લોકોએ લાઈક કરી હતી. 2 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 62 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં વીડિયો સાથે કરવામાં આવેલા દાવા મુજબ પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું એ શીર્ષક સાથેના આ વીડિયોને અમે જ્યારે ધ્યાનથી જોયો ત્યારે અમને ખેલાડીઓને જોતા ખબર પડી કે આ વીડિયો શંકાસ્પદ છે કારણ કે, વીડિયોમાં કેટલાક દ્રશ્યો એવા હતા કે જે વર્લ્ડ કપ 2019 સાથે મળતા ન હતી. જેને પરિણામે આ વીડિયોની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ Indian cricket team dancing સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલો વીડિયો તેમજ આ વીડિયોને લગતી તમામ માહિતી મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારોમાં પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
India Today | News18.com | New Indian Express |
Archive | Archive | Archive |
ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટ જાણવા મળે છે કે, કોહલીની કપ્તાની હેઠળની ભારતીય ટીમે ગત જાન્યુઆરી, 2019 માં ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જ ધરતી પર 71 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝમાં 2-1 થી પરાજય આપ્યો ત્યારનો આ વીડિયો છે. જ્યારે ભારતે વર્લ્ડ કપ 2019 માં 16 જૂન, 2019 ના રોજ પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો હતો એ પહેલાંનો વીડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
આમારી વધુ તપાસમાં અમને ભારતના ભૂતપૂર્વ રેલવે પ્રધાન મુકુલ રોય દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે ટીમ ઈન્ડિયાને અભિનંદન આપવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરના સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાન સામેની જીતનો નહીં પરંતુ જાન્યુઆરી 2019 માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર જીતેલી ટેસ્ટ સિરીઝ પછીનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની જીતનો નહીં પરંતુ જાન્યુઆરી 2019 માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર 71 વર્ષ પછી જીતેલી ટેસ્ટ સિરીઝ પછીનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમના સ્વાગતનો છે આ વીડિયો…? જાણો સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
