શું ખરેખર બેટરી વાળી બાઈકના કારણે થયેલા અકસ્માતના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં ટૂ-વ્હિલરને આગના કારણે ફાટતો દર્શાવતો એક વિડિયો ઘણા સોશિયલ મિડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે જે શેર દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ટૂ-વ્હિલર તે બેટરીવાળી બાઈક છે જેમાં આગ બેટરી ફાટવાના કારણે લાગી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બેટરી વાળી બાઈક ના કારણે થયેલા અકસ્માતનનો નથી. પરંતુ આ બ્લાસ્ટ બાઈકમાં રાખેલા ફટાકડાના કારણે થયો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ટૂ-વ્હિલર તે બેટરીવાળી બાઈક છે જેમાં આગ બેટરી ફાટવાના કારણે લાગી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પીટીસી ન્યુઝના ઓફિશિયલ ફેસબુક પેજ પર 6 નવેમ્બર 2021ના આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ફટાકડા લઈ આવી રહેલા પિતા-પુત્રના ભયાનક મોત, જોરદાર વિસ્ફોટ.

તેમજ આ કીવર્ડના આધારે અમે સર્ચ કરતા અમે 05 નવેમ્બર 2021 ના રોજ ‘NDTV’ દ્વારા પ્રકાશિત એક લેખમાં આ જ વિડિયો જોવા મળ્યો હતો. NDTV ના અહેવાલમાં જણાલલામાં આવ્યુ હતુ કે, “04 નવેમ્બર 2021 ના રોજ તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં ટુ-વ્હીલર વિસ્ફોટના વિઝ્યુઅલ છે.

એનડીટીવી | સંગ્રહ

આ અકસ્માતની સંપૂર્ણ વિગતોની જાણ કરતાં અમને ઘણા તામિલ સમાચારના અહેવાલ પ્રાપ્ત થયા હતા. આ તમામ અહેવાલ 04 નવેમ્બર 2021ના રોજ લેખ પ્રકાશિત કર્યા હતા. જે આ લિંક, લિંક, લિંક પર ક્લિક કરીને જોઈ શકાય છે. જેમાં આપેલી માહિતી અનુસાર, કલાઈનેસન(37) તેમના ટુ-વ્હીલર પર સવાર થઈને તેમના પુત્ર, પ્રદિશને લઈને જઈ રહ્યા હતો, અને તેમના દ્વારા અરિયનકુપ્પમ ખાતે તેના સસરાની મદદથી બનાવાયેલ દેશી ફટાકડાઓથી ભરેલી બેગ લઈ જઈ રહ્યા હતા ત્યારે આ વાહન પોંડિચેરી અને કોટ્ટાકુપ્પમ વચ્ચેની સીમા પર પહોંચ્યું ત્યારે ફટાકડા ફૂટ્યા અને બંને પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

DINAMANI | ARCHIVE

તેમજ વધુ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઈન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા વિલ્લુપુરમના એસપી શ્રીનાથે જણાવ્યુ હતુ કે, “કલાઈનેસને 3 નવેમ્બરના રોજ પોડિચેરી માંથી “નાટ્ટુ પટ્ટાસુ” (દેશી ફટાકડા) ની બે બેગ ખરિદી હતી અને તેમને સાસરિયાના ઘરે રાખી હતી. 4 નવેમ્બરના રોજ, તે કુનીમેડુથી એક બેગ લઈને પુડુચેરી તરફ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. ઘર્ષણ અને ગરમીના કારણે ફટાકડા ફૂટ્યા હશે. પોલીસે કુનીમેડુમાંથી દેશી ફટાકડાની બંદૂક જપ્ત કરી હતી અને ભારતીય દંડ સંહિતાની વિસ્ફોટક ધારાની જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

Indian Express | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બેટરી વાળી બાઈક ના કારણે થયેલા અકસ્માતનનો નથી. પરંતુ આ બ્લાસ્ટ બાઈકમાં રાખેલા ફટાકડાના કારણે થયો હતો.

Avatar

Title:શું ખરેખર બેટરી વાળી બાઈકના કારણે થયેલા અકસ્માતના સીસીટીવી છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False