અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વર્ષ 2020ના દિલ્હીના એક્ઝિટ પોલના આંકડાને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે.

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં એક એક્ઝિટ પોલનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મધ્યપ્રદેશમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી રહી હોવાના આંકડા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

मनोज हिंदुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મધ્યપ્રદેશમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી રહી હોવાના આંકડા છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને એબીપી લાઈવ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત 8 ફેબ્રુઆરી 2020ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “એબીપી ન્યૂઝ-સી વોટર અનુસાર, આમ આદમી પાર્ટી (AAP)ને દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી 51 થી 65 બેઠકો મળી શકે છે. 3 થી 17 સીટો ભાજપના ખાતામાં જઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસને 0 થી 3 સીટો પર જ સતાવવું પડી શકે છે. તેની સરેરાશ જોઈએ તો AAPને 58, ભાજપને 10 અને કોંગ્રેસને બે બેઠકો મળી શકે છે.

એબીપી લાઈવ | સંગ્રહ

તેમજ એબીપીના આ અહેવાલમાં વાયરલ સ્ક્રિનશોટનો ઓરિજનલ સ્ક્રિનશોટ પ્રાપ્ત થયો હતો. જેને જોઈને સમજાયુ કે વાયરલ સ્ક્રિનશોટ એડિટેડ છે. જેમા માત્ર પહેલી કોલમમાં આગળ ‘1’ ઉમેરવામાં આવ્યુ છે. વાયરલ સ્ક્રિનશોટ અને એડિટેડ સ્ક્રિનશોટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિનશોટ એડિટેડ છે. વાયરલ સ્ક્રિનશોટનો મધ્યપ્રદેશની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:એબીપી અસ્મિતાના એક્ઝિટ પોલને એટિડ કરી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False