
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કચ્છના અંજારના દુધઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોમાં ‘પાકિસ્તાન જીંદાબાદ’ નહીં પરંતુ ‘રાઘુભાઈ જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Trishul News નામના ફેસબુક પેજ દ્વારા 22 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાતના આ જીલ્લામાં લાગ્યા ‘પાકિસ્તાન જીંદાબાદ’ના નારા, જાણો હર્ષ સંઘવીએ શું કરી કાર્યવાહી- જુઓ વિડીયો #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate #gujarat #gujaratnews #newsupdate #news #viralnews #GujaratiNews #viral #gujaratpolice #kutch. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કચ્છના અંજારના દુધઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને vtvgujarati.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 22 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કચ્છમાં એક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી. પરંતુ પોલીસ તપાસમાં એ સાબિત થયું હતું કે, વીડિયોમાં ‘પાકિસ્તાન જીંદાબાદ’ નહીં પરંતુ ‘રાધુભાઈ જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી છે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. sandesh.com | tv9gujarati.com
અમારી વધુ તપાસમાં અમને 24 news kutch Gujrat દ્વારા 22 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પૂર્વ કચ્છના એસ.પી. મયુર પાટીલે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ‘પાકિસ્તાન જીંદાબાદ’ ના નારા નથી લગાવવામાં આવ્યા પરંતુ વિજેતા ઉમેદવાર રાધુભાઇ જીંદાબાદના નારા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આ વીડિયોને ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.”
વધુમાં અમને ગ્રામજનો દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ એવું જ કહેવામાં આયું છે કે, વીડિયોમાં ‘પાકિસ્તાન જીંદાબાદ’ નહીં પરંતુ ‘રાધુભાઈ જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી હતી.
પૂર્વ કચ્છના એસ.પી. દ્વારા પણ તેમના ટ્વિટર પર 22 ડિસેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં પણ આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર ‘પાકિસ્તાન જીંદાબાદ’ ના નારા સાથેના દાવાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં લોકો ‘પાકિસ્તાન જીંદાબાદ’ નહીં પરંતુ વિજેતા સરપંચ રીનાબેનના પતિ ‘રાધુભાઈ જીંદાબાદ’ ના નારા લગાવી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોમાં ‘પાકિસ્તાન જીંદાબાદ’ નહીં પરંતુ ‘રાઘુભાઈ જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર કચ્છ ખાતે ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી…?
Fact Check By: Vikas VyasResult: False
