તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસમાં લટકીને જોખમી મુસાફરી કરતાં રસ્તા પર ચાલુ બસે પડી ગયેલા એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ બસમાં જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બસમાં લટકીને જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ તમિલનાડુના મદુરૈનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ માંગરોળ માળીયા વિધાનસભા નામના ફેસબુક પેજ દ્વારા 31 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અસલી ગુનેગાર તો મતદારો છે... ભ્રષ્ટાચારીઓને પસંદ કરો અને ભોગવો. #Gujarat. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ બસમાં જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો આ વીડિયો ગુજરાતનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને આજ તક દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 31 ઓગષ્ટ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તમિલનાડુના મદુરૈના ચેંગલપટ્ટુ ખાતે સરકારી બસમાં મુસાફરી કરી રહેલો એક વિદ્યાર્થી પડી ગયો હતો. આ બસ સેયુરથી અચરપક્કમ જઈ રહી હતી. પાછળ આવી રહેલી રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિએ આ રીતે જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી દીધો અને આજ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. News Anchor | The Public Story

નવભારત ટાઈમ્સ દ્વારા પણ 31 ઓગષ્ટ, 2022 ના રોજ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બસમાં લટકીને જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ તમિલનાડુના મદુરૈનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:તમિલનાડુ ખાતે બસમાં લટકીને જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો ગુજરાતના નામે વાયરલ....

Fact Check By: Vikas Vyas

Result: False