તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ અમેરિકાના યલોસ્ટોન નેશનલ પાર્કનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે જૂનાગઢ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 4 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઓ બાપ રે અચાનક જુનાગઢ નજીક આ સુ જોવાં મળ્યું 😳 જોવો હોંશ ઉડી જશે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો આ વીડિયો જૂનાગઢનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સિદ્ધાર્થ ગાંધી નામના એક યુટ્યુબ યુઝર દ્વારા 27 જૂન, 2017 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, યલોસ્ટોન ખાતેના જંગલી વરુનું એન્કાઉન્ટર.

ઉપરોક્ત યલોસ્ટોન કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર whiskeyriff.com દ્વારા 3 ડિસેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ આ વીડિયો અમેરિકાના યલોસ્ટોન નેશનલ પાર્કનો હોવાનું જમાવવામાં આવ્યું છે.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. kdhlradio.com | quickcountry.com

અમારી વધુ તપાસમાં અમને reddit.com દ્વારા પણ આજ માહિતી અને વીડિયો વર્ષ 2023 માં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ અમેરિકાના યલોસ્ટોન નેશનલ પાર્કનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે જૂનાગઢ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False