પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યા સામાન્ય લોકો દ્વારા બીજેપી કાર્યકરો પર હુમલો ન હતો કરવામાં આવ્યો પરંતુ ટીએમસીના ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીના પ્રચાર માટે જઈ રહેલી રિક્ષામાં બેસેલા કાર્યકરો પર અમુક લોકો દ્વારા હુમલો કરવામાં આવે છે. જે વિડિયોને “મોદીએ કરેલી માંઘવારીથી દેશને થયેલા ફાયદા સમજાવવા ભાજપવાળા નિકળ્યા હતા અને જનતાએ પણ ફાયદો કરાવી દીધો ” લખાણ સાથે સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોદીના કામના ફાયદા સમજાવવા નીકળેલા ભાજપાના કાર્યકરો પર સામાન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhikhabhai Choudhary નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદીના કામના ફાયદા સમજાવવા નીકળેલા ભાજપાના કાર્યકરો પર સામાન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝ18 દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર સંપૂર્ણ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના પશ્ચિમ બંગાળના હુગલીમાં બની હતી. જ્યા ટીએમસી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ હતી. તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને ટીવીનાઈન ભારતવર્ષ દ્વારા 5 ઓગસ્ટ 2022ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પશ્ચિમ બંગાળના ચૂચુડામાં ખાદીનામોડ ખાતે ભાજપની રેલી દરમિયાન તણાવ પ્રવર્તી રહ્યો હતો. જ્યારે તૃણમૂલ ધારાસભ્ય અસિત મજમુદારના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.”

ABP બંગાળી દ્વારા પ્રકાશિત અહેવાલમાં આ બનાવને લઈ ભાજપા અને ટીએમસીના ધારાસભ્યનો પક્ષ આપણે સાંભળી શકીએ છીએ. જેમાં આરોપ-પ્રતિઆરોપ આપતા માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપે ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદાર અને તેમના સમર્થકો પર પાર્ટીના કાર્યકર્તાઓને કોઈપણ ઉશ્કેરણી વિના માર મારવાનો આરોપ લગાવ્યો હતો. આરોપોને નકારી કાઢતા, મજુમદારે દાવો કર્યો હતો કે તેમણે અને અન્ય પક્ષના કાર્યકરોએ ભાજપના કાર્યકરોનો સામનો કર્યો હતો જેઓ ટીએમસી પર ખોટા આક્ષેપો કરી રહ્યા હતા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યા સામાન્ય લોકો દ્વારા બીજેપી કાર્યકરો પર હુમલો ન હતો કરવામાં આવ્યો પરંતુ ટીએમસીના ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:TMC અને BJP કાર્યકરો વચ્ચેના થયેલા ઝઘડાના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… સત્ય જાણવા અહેવાલ વાંચો…
Fact Check By: Frany KariaResult: False
