
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાંસદભવનમાં બોલી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાની સાંસદમાં બેટીઓ માટે દયાની ભીખ માંગી રહેલા હિંદુ સાંસદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જે વ્યક્તિ બોલી રહ્યા છે એ હિંદુ નહીં પરંતુ પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતના એક ક્રિશ્ચિયન નેતા છે જેમનું નામ તારિક મસીહ ગિલ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
હું બોટાદ છું. નામના ફેસબુક ગ્રુપ દ્વારા 31 જાન્યુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પઠાણ દેખ કર ખુશ હોનેવાલે હિન્દુઓ યે ભી દેખલો એક હિન્દુ. સાંસદ કેસે હાથ જોડકર પાકિસ્તાન કી સાંસદ મે અપની બેટીઓ કે લીયે દયા. કી ભીખ માંગ રહા હે 😭. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાની સાંસદમાં બેટીઓ માટે દયાની ભીખ માંગી રહેલા હિંદુ સાંસદનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2023 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ તારિક મસીહ ગિલ છે જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક ક્રિશ્ચિયન નેતા છે. તેઓ પાકિસ્તાનની સાંસદમાં 12 વર્ષની ક્રિશ્ચિયન બાળકીના અપહરણ અને જબદદસ્તી ધર્મ પરિવર્તન વિશે વાત કરી રહ્યા છે.
અમારી વધુ તપાસમાં અમને પીટીવી પાર્લામેન્ટ નામની એક યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેને ધ્યાનથી જોતાં 37. 04 મિનિટ પર અમને એ જાણવા મળ્યું હતું કે, જે વ્યક્તિ સાંસદમાં બોલી રહ્યા છે એમનું નામ તારિક મસીહ ગિલ છે.
અમારી વધ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, તારિક મસીહ ગિલ પાકિસ્તાનના સાંસદ નહીં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંત સૂબે વિધાનસભાના એક ક્રિશ્ચિયન નેતા છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સૂબે વિધાનસભામાં આઠ સીટો ગેર-મુસ્લિમો માટે આરક્ષિત છે. પંજાબ વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ પર અમને એ જાણવા મલ્યું હતું કે, ક્રિશ્ચિયન ધર્મ સાથે જોડાયેલા તારિક મસીહ ગિલ આજ આઠ સીટોમાંની એક સીટ પર જીતીને વર્ષ 2013 માં પંજાબ પ્રોવિન્સિયલ એસેમ્બલીના સભ્ય બન્યા હતા. વર્ષ 2018 માં તેઓ ફરી આજ સીટ પરથી જીતીને પંજાબની એસેમ્બલીમાં પહોંચ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જે વ્યક્તિ બોલી રહ્યા છે એ હિંદુ નહીં પરંતુ પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતના એક ક્રિશ્ચિયન નેતા છે જેમનું નામ તારિક મસીહ ગિલ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો પાકિસ્તાની સાંસદમાં બોલી રહેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
