પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2021ના યુદ્ધ દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા તેના બે બાળકોને સ્નાન કરાવતી જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે દાવો કરવામાં આવેલો ફોટો હાલમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે દાવો કરવામાં આવેલો ફોટો હાલમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાનનો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Alamy.com ફોટો અપલોડ કરતી વેબસાઈટ દ્વારા 12 જૂન 2021ના અપલોડ કરવામાં આવેલો ફોટો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “12મી જૂન 2021. ક્ષતિગ્રસ્ત બાંધકામ દૂર થાય તે પહેલાં પેલેસ્ટિનિયન મહિલા તેના નાશ પામેલા ઘરની અંદર છેલ્લી વખત તેમના બાળકોને સ્નાન કરાવી રહી છે. ઉત્તરી ગાઝા પટ્ટીમાં બીટ હનુન પર ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે તેના ઘર અને અન્ય મકાનોને નુકસાન થયુ હતું.

Alamy.com

તેમજ Agefotostock.com, Gettyimages, Imago-images.com, સહિતની વેબસાઈટ દ્વારા આ જ સ્થળના આ જ મહિલાના તેના બાળકો સાથેના જૂદા-જૂદા ફોટો અલગ-અલગ એંગલથી અપલોડ કર્યા હતા. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે આ ફોટો 12 જૂન 2021નો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2021ના યુદ્ધ દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે. આ મહિલા તેમના સંતાનોને તેમનુ ઘર સંપૂર્ણ નષ્ટ થાય તે પહેલા છેલ્લીવાર સ્નાન કરાવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગાઝાના બે વર્ષ જૂના ફોટોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context