તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવક દ્વારા હિંદુના છાપરા પર લગાવેલો શ્રી રામ ભગવાનનો ધ્વજ નીકાળીને ફેંકી દેવાની કોશિશ કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 15 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવક દ્વારા હિંદુના છાપરા પર લગાવેલો શ્રી રામ ભગવાનનો ધ્વજ નીકાળીને ફેંકી દેવાની કોશિશ કરવામાં આવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયોમાં દેખાઈ રહેલા યુવક (હિમાંશું જાતવ)નું ફેસબુક એકાઉન્ટ અમને પ્રાપ્ત થયું હતું. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તે એક વીડિયો ક્રિએટર છે અને આ પ્રકારે તેણે ઘણા બધા વીડિયો બનાવેલા છે. આ વીડિયો એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે અને તે લોક જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. આજ યુવકના ઘણા બધા સ્ક્રિપ્ટેડ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

https://www.facebook.com/iamhemraj1234/owner_reels

અમારી વધુ તપાસમાં અમને વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા આજ યુવકનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાપ્ત થયું હતું. જેના પર પણ તેણે આ પ્રકારના ગણા બધા વીડિયો અપલોડ કરેલા છે.

https://www.instagram.com/iamhemraj1234

નીચે તમે વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા યુવક અને ફેસબુક એકાઉન્ટ પરના યુવકના ફોટો વચ્ચેની સામ્યતા જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: Misleading