હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધીએ ભગવા કલરની બીજેપીની ટોપી પહેરી હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા બીજેપીને સમર્થન કરતા કેસરી કલરની ભાજપાની ટોપી પહેરી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા બીજેપીને સમર્થન કરતા કેસરી કલરની ભાજપાની ટોપી પહેરી.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને તેલંગણા કોંગ્રેસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 15 નવેમ્બર 2022ના આ ફોટોને શેર કરી હતી, જેમાં ક્યાય પણ બીજેપીનું નિશાન નથી. તેમણે ફક્ત પ્લેન કેસરી કલરની ટોપી જ પહેરેલી છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ તમે ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો રાહુલ ગાંધીનો ફોટો એડિટ કરવામાં આવ્યો છે. બીજેપીની ટોપી પહેરી હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાહુલ ગાંધીનો બીજેપીની ટોપી પહેરેલો ફોટો એડિટ કરવામાં આવ્યો છે. જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Altered