આ અલાસ્કામાં 2018ના ભૂકંપનો વીડિયો છે, જેને વર્તમાન ભૂકંપનો ગણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ ચેનલ દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોમાં ભૂકંપની પરિસ્થિતી જોઈ શકાય છે અને બાદમાં આ યુવાનને તેના બાળકોને લઈ ભાગતા પણ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકાના અલસ્કામાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનનો ઘરની અંદરનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sandesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકાના અલસ્કામાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનનો ઘરની અંદરનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

Divya Bhaskar | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ViralHog દ્વારા 5 ડિસેમ્બર 2018ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ તપાસ કરતા અમને 2 ડિસેમ્બર 2018ના રોજ લોકલ 12 દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે, ‘આ વિડિયોને એન્કોરેજ, અલાસ્કાના રહેવાસી જેસી એલમોરના ઘર તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે.

Local12 | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના તીવ્ર આંચકાના નામે શેર કરવામાં આવી રહેલો આ વીડિયો વાસ્તવમાં આ અલાસ્કામાં 2018ના ભૂકંપનો વીડિયો છે, જેને વર્તમાન તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પાંચ વર્ષના જૂના અમેરિકાના અલસ્કાના ભૂકંપના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context