
Hiren Soni નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચલો ભાઈ પઠાણ નું પણ ટ્રેલર આવી ગયું છે શું કરવાનું છે એ તો આપ ને ખબર જ હશે ને ? https://youtu.be/YR6yPZ1LPpA. આ પોસ્ટમાં એક યુટ્યુબની લિંક મૂકવામાં આવી છે. આ લિંક પરના વીડિયોને લઈ એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ ના ઓફિશિયલ ટ્રેલરનો છે. આ પોસ્ટને 26 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 24 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ ના ઓફિશિયલ ટ્રેલરનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, શાહરુખ ખાન દ્વારા છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ વર્ષ 2018 માં રિલિઝ થઈ હતી. ત્યાર બાદ તેમની કોઈ જ ફિલ્મ રિલિઝ થઈ નથી. એ માત્ર અટકળો છે કે તેમની આગામી ફિલ્મ કઈ હશે?
કહેવામાં આવી રહ્યું છે કે, તે યશ રાજ ફિલ્મના બેનર સાથે ‘પઠાણ’ નામની ફિલ્મ બનાવશે. પરંતુ શાહરૂખ ખાન અથવા યશ રાજ ફિલ્મ્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શાહરૂખ હંમેશા પોતાની ફિલ્મની ઘોષણા જાતે કરે છે.
હવે એ જાણવું જરૂરી હતું કે, આ ટ્રેલર ક્યાંથી આવ્યું?
યુટ્યુબ પર ‘પઠાણ’ ફિલ્મના ટ્રેલર વિશે સર્ચ કરતાં નીચેના વીડિયો પ્રાપ્ત થયા હતા.

આમાંથી કોઈ પણ વીડિયો સત્તાવાર નથી. ખાસ વાત એ છે કે, ફિલ્મ રઈસના ફોટો થંબનેલ ફોટો તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ વીડિયો ફેન મેઇડ ટ્રેલર્સ અથવા કન્સેપ્ટ ટ્રેલર્સ છે, જે શાહરૂખ ખાનની વિવિધ ફિલ્મોની વીડિયો ક્લિપ્સમાંથી બનાવવામાં આવી છે.
યુનિવર્સલ ફિલ્મ સ્ટુડિયો નામની યુટ્યુબ ચેનલ પરના વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી પરથી એ સાબિત થાય છે કે, ફિલ્મ ‘પઠાણ’ નું ટ્રેલર ફેન મેડ છે એટલે કે એક પ્રશંસક દ્વારા બનાવવામાં આવ્યું છે. તે સાચું ટ્રેલર નથી. પરંતુ લોકો તેને નાપસંદ કરી રહ્યાં છે અને ટિપ્પણીઓ કરી રહ્યા છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ના ટ્રેલરનો સત્તાવાર વીડિયો નહીં પરંતુ એક ફેન મેડ એટલે કે પ્રશંસક દ્વારા બનાવવામાં આવેલો વીડિયો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ના ટ્રેલરનો સત્તાવાર વીડિયો નહીં પરંતુ એક ફેન મેડ એટલે કે પ્રશંસક દ્વારા બનાવવામાં આવેલો વીડિયો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનું ફેક ટ્રેલર થયું વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
