
Aam Aadmi Party – supporter નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગપુર ની મેડિકલ હોસ્પિટલ મા પણ કોરોના કૌભાંડ. જીવતા માણસ નું જ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું જુવો વિડિઓ મા. લાઈક અને શેર કરવાનું ભુલાઈ નહિ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 44 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 વ્યક્તિએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નાગપુરમાં જીવતા વ્યક્તિનું પીએમ કરવામાં આવ્યુ.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એએનઆઈ દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મુંબઈની કૂપર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા દર્દીનું મોત થતા હોસ્પિટલમાં હંગામો થઈ જવા પામ્યો હતો. તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, તેને એક ઇંજેક્શન મારવામાં આવ્યું હતુ તે બાદ તેમનું મૃત્યુ થયુ હતુ.” નોટ : અપમાનજનક ભાષા(19.07.2020)
“તેના મોઢા માંથી લોહી નીકળ્યું હતું અને તેને તુરંત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.” ન્યુમોનિયાના લક્ષણો જોવા મળ્યા હતા. ન્યુમોનિયા અને કોરોનાના લક્ષણો સમાન છે, મૃત્યુનું કારણ ન્યુમોનિયા અને શંકાસ્પદ કોરોના તરીકે નોંધવામાં આવ્યું હતું. આઇસીએમઆરના પ્રોટોકોલ મુજબ, તેમનો મૃતદેહ પોલીસને સોંપાયો હતો, પરંતુ પરિવાર આક્રોશિત હતો: BMC”
“હોસ્પિટલના એમજીએમટીએ આઇસીએમઆર માર્ગદર્શિકા હેઠળ સૂચિત સૂચનો કર્યા અને દર્દીને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો અને જરૂરી સારવાર આપવામાં આવી. તેથી તે સાચું નથી કે હોસ્પિટલ દ્વારા કેટલીક બેદરકારી કરવામાં આવી હતી. હોસ્પિટલ અને મ્યુનિસિપલ અધિકારીઓ પરના આરોપો દુર્ભાગ્યપૂર્ણ છે: BMC”
બીએમસી મુજબ આ ઘટના 19 જુલાઈ 2020ના રોજ બની હતી.
ફેક્ટ ક્રેસેન્ડોએ બી.એમ.સી.ના પી.આર.ઓ. તાનાજી કામલેનો સંપર્ક સાધ્યો તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વીડિયો મુંબઇની કૂપર હોસ્પિટલનો છે અને હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજતાં તેમના પરિવારના સભ્યોએ હંગામો કર્યો હતો.
આ પ્રકરણ સંદર્ભ આપીને BMC દ્વારા જારી થયેલ વિગતવાર ખુલાસો તાનાજી કામલે દ્વારા અમને મોકલવામાં આવ્યો હતો.
ભાષાંતર
ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિલે પાર્લે સ્થિત ડો.આર.એન. કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલમાં એક યુવાનના મોત પછી, દર્દીના સંબંધીઓ દ્વારા ડોકટરો અને હોસ્પિટલ સંચાલકોનો સોશિયલ મીડિયા પર એક વિડિયો ફેલાવવામાં આવી રહ્યો હતો. આ સંદર્ભે હોસ્પિટલ વહિવટી તંત્ર દ્વારા આ અંગે ખુલાસો આપતા સંપૂર્ણ ઘટનાક્રમ આપવામાં આવ્યો હતો. 19 જુલાઇ, 2020ને રવિવારે, એક 30 વર્ષીય વ્યક્તિને કપૂર હોસ્પિટલમાં સારવાર માટે રાત્રે 10 વાગ્યે લાવવામાં આવ્યો હતો. ભરતી સમયે તેમના સબંધીઓ દ્વારા તેના મોમા માંથી લોહી નીકળતું હોવાની ફરિયાદ નોંધાવી હતી. હોસ્પિટલમાં હાજર વરિષ્ઠ તબીબી અધિકારીએ દર્દીની તાત્કાલિક તપાસ કરી અને એક્સ-રે પરીક્ષા બાદ તુરંત સારવાર શરૂ કરી. જો કે, દર્દીનું મોત તેના થોડા સમય પછી સવારે 11.15 વાગ્યે થયું હતું.
એક્સ-રે પરીક્ષા અને તબીબી તપાસમાં બહાર આવ્યું હતું કે દર્દી ગંભીર ન્યુમોનિયાથી પીડિત હતો. કોવિડ-19 વાયરસના ચેપના કેટલાક લક્ષ્ણો ન્યુમોનિયાના લક્ષણો જેવા જ છે. ઉપરાંત, કોવિડ-19 ને સંબંધિત માર્ગદર્શિકાને ધ્યાનમાં લેતા, તીવ્ર ન્યુમોનિયાથી દર્દીના મૃત્યુનું કારણ હોવાનું જણાવ્યું હતું.
પરિવારજનોએ દર્દીના મૃતદેહને દફન માટે ઘરે લઈ જવા માંગ કરી હતી. મૃતક દર્દીના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મોતનું કારણ ખોટી રીતે સમજાવ્યું હતું અને મૃતદેહને ઘરે ન લઈ જવા માટે હોસ્પિટલ પ્રશાસનને દોષી ઠેરવ્યો હતો. હોસ્પિટલ વહીવટી તંત્રે નિયમો મુજબ મૃતદેહ પોલીસને સોંપ્યો હતો. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર), કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત વિવિધ સક્ષમ અધિકારીઓ દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચના મુજબ તમામ તબીબી પ્રક્રિયાઓ (તબીબી પ્રોટોકોલ), કોવિડ-19 ચેપ સંબંધિત અનુસરવામાં આવે છે. મૃત્યુનાં કારણની નોંધણી કરતી વખતે પણ તેનું કડક રીતે અવલોકન કરવામાં આવે છે.”
આ પછી, અમે જુહુ પોલીસ મથકના વરિષ્ઠ પીઆઇ પંઢરીનાથ વવ્હાલનો સંપર્ક કર્યો, ત્યારબાદ તેમણે અમને પણ આખા કેસની વિગતો આપતા જણાવ્યુ હતુ કે,
“આ દોઢ મહિના પહેલાની ઘટના છે. અને આ વિષય પરનો વાયરલ દાવો એકદમ ખોટો છે. બીએમસીએ પણ આ ઘટના અંગે એક પત્ર જારી કર્યો છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના શરીરમાં કોરોના વાયરસના લક્ષ્ણો હતા. મૃતક વ્યક્તિનો પરિવાર તેના મૃતદેહને ઘરે લઇ જવાની જીદ કરી રહ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને પરિવારો તબીબોની બેદરકારીને દોષી ઠેરવી રહ્યા હતા. “તેમણે એમ પણ કહ્યું હતું કે,” પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ ફરિયાદ નથી કે ન તો કોઈ એફઆઈઆર નોંધાઈ છે.”
જ્યારે અમે કૂપર હોસ્પિટલના ડીન ડો.પીનાકીન ગુર્જરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે વિડિયોમાં બતાવેલી ઘટના કપૂર હોસ્પિટલની છે. આ ઘટના પછી તરત જ તેમણે બીએમસીને આ ઘટનાની વિસ્તૃત વિગતો આપી હતી અને તે પછી બીએમસીએ પત્રના રૂપમાં ખુલાસો પણ બહાર પાડ્યો હતો, ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર વિડિયો સાથે વાયરલ થતાં દાવાની નકારી કાઢ્યો હતો.
“વાયરલ વીડિયો કપૂર હોસ્પિટલનો છે પરંતુ જીવતા માણસનું પીએમ અને અંગની તસ્કરીનો દાવો એકદમ ખોટો છે.”
ઉપરોક્ત દાવાને સામાજિક મંચો પર નાગપુરનો સંદર્ભ આપવામાં આવી રહ્યો હતો, આને કારણે અમે નાગપુર મેડિકલ હોસ્પિટલના ડીન ડો.સજલ મિત્રા સાથે વાત કરી, તેમણે અમને કહ્યું હતુ કે, “વિડિયો સાથે કરવામાં આવતો દાવો એકદમ ખોટો છે, આ વિડિયોનો નાગપુર સાથે કોઈ સંબંધ નથી.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નાગપુર મેડિકલ કોલેજનો નહિં પરંતુ મુંબઈની કૂપર હોસ્પિટલનો છે. તેમજ જીવતા દર્દીના પીએમ અને અંગોની તસ્કરીની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર નાગપુરની હોસ્પિટલમાં જીવતા વ્યક્તિનું પીએમ કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
