
gpsc_material નામના ફેસબુક યુઝર પેજ 17 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતીય ન્યૂઝ મીડિયાને આ મુદ્દો મોટો નથી લાગતો જ્યાં આમ જનતા હેરાન થતી હોય, એમને to BJP, CONGRESS, BOLLYWOOD માંજ વધુ રસ છે. “આમામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં 26 જિલ્લામાં 36 લાખ લોકો અસરગ્રસ્ત”. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો આસામ ખાતે તાજેતરમાં આવેલા પૂરનો છે. આ પોસ્ટને 3 લોકોએ લાઈક કરી હતી. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો આસામ ખાતે તાજેતરમાં આવેલા પૂરનો છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને newindianexpress.com દ્વારા 2 ઓગષ્ટ, 2019 ના રોજ આજ ફોટો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આસામના મોરીગામ જિલ્લામાં પૂરના પાણીમાં ડૂબેલ એક ગામને તમે ફોટોમાં જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ ફોટો અને માહિતી સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.
oneindia.com | in.news.yahoo.com
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને વર્ષ 2019 માં આસામ ખાતે આવેલા પૂરના ફોટો વચ્ચેની સામ્યતા જોઈ શકો છો.

જો કે અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, તાજેતરમાં બિહાર અને આસામમાં ભારે વરસાદ થતાં બંને રાજ્યો પૂરગ્રસ્ત બન્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો આસામ ખાતે તાજેતરમાં આવેલા પૂરનો નહીં પરંતુ વર્ષ 2019 માં આસામ ખાતે ભારે વરસાદને કારણે આવેલા પૂરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો આસામ ખાતે તાજેતરમાં આવેલા પૂરનો નહીં પરંતુ વર્ષ 2019 માં આસામ ખાતે ભારે વરસાદને કારણે આવેલા પૂરનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:આસામમાં એક વર્ષ પહેલા આવેલા પૂરનો ફોટો તાજેતરમાં આસામમાં આવેલા પૂરના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
