
Pravinbhai Chaniyara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત વિકાસ મોડેલ નો વિકાસ ઉછળ કુદ કરવાં લાગ્યો છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 425 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 107 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1800થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને DIVERTISSONSNOUS.COM વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર આ વિડિયો ચીનનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
DIVERTISSONSNOUS.COM | ARCHIVE
તેમજ આ સિવાયની અન્ય વેબસાઈટના અહેવાલ મુજબ આ વિડિયો ચીનનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી તો વિડિયોમાં એક બસ જઈ રહી હોવાનું દેખાય છે. જે પ્રકારની બસો ગુજરાતમાં ક્યાંય પણ ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લેવામાં નથી આવી રહી જેની પૃષ્ટી ગુજરાત આરટીઓ ઓફિસના એક અધિકારી દ્વારા કરવામાં આવી છે.
તેમજ વિડિયોને ધ્યાન જોશો તો તમને 15 સેકેન્ડ પર રોડની સાઈડમાં એક બિલ્ડિંગ દેખાશે જેમાં ધ્યાનથી જોશો તો ચાઈનીસ ભાષામાં બોર્ડ લગાવેલુ દેખાઈ છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વિડિયોમાં 35 સેકેન્ડ બાદ રોડ પર એક ટેક્સી જતી દેખાઈ છે. જે પ્રકારની ટેક્સી ચીનના રોડ પર ચાલતી દેખાઈ છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ તમે વિડિયોને ધ્યાનથી જોશો તો તમામ વાહનો રોડની જમણી બાજુ ચાલી રહ્યા છે. તેમજ તમામ વાહનોના સ્ટેરિંગ પણ ડાબી બાજુ જ છે. જ્યારે ભારતમાં અને ગુજરાતમાં તમામ વાહનોના સ્ટેરિંગ જમણી બાજુ અને વાહનો ડાબી બાજુ ચાલતા હોય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વિડિયો ગુજરાતનો તો નહિં પરંતુ ભારતનો પણ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો તો નથી તેમજ ભારતનો પણ નથી. કારણ કે ભારતના તમામ વાહનો ડાબી બાજુ ચાલતા હોય છે જ્યારે સ્ટેરિંગ જમણી બાજુ હોય છે. પરંતુ વિડિયોમાં વાહનો રોડની જમણી બાજુ ચાલી રહ્યા છે. તેમજ તમામ વાહનોના સ્ટેરિંગ પણ ડાબી બાજુ જ છે.

Title:શું ખરેખર વાહનો ખાડામાં પડતા હોવાનો વિડિયો ગુજરાતનો છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
