
EChhapu નામના ફેસબુક પેજ દ્વારા 12 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાની સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમિતાભ બચ્ચનનો નાણાવટી હોસ્પિટલ તેમજ દેશના તમામ ડોક્ટરો અને નર્સો માટેનો આભાર સંદેશ! #AmitabhBachchan #NanavatiHospital #IndiaFightsCorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો અમિતાભ બચ્ચનનો વીડિયો તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કર્યા એ પછીનો છે. આ પોસ્ટને 193 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો અમિતાભ બચ્ચનનો વીડિયો તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કર્યા એ પછીનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને Connect Gujarat TV દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 23 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘સુરત: કોરોના દર્દીની સારવાર કરતા ડોક્ટરો માટે લાગ્યા હોર્ડિંગ્સ, અમિતાભ બચ્ચને કર્યા વખાણ જુઓ વિડીયો.’
આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો અમિતાભ બચ્ચનનો વીડિયો તાજેતરનો નહીં પરંતુ બે મહિના પહેલાં એટલે કે એપ્રિલ, 2020 નો છે. જેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
અમારી વધુ તપાસમાં અમને divyabhaskar.co.in દ્વારા પણ આજ વીડિયોને ઉપરોક્ત માહિતી સાથે 23 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

અન્ય એક મીડિયા હાઉસ દ્વારા પણ આજ વીડિયોને ઉપરોક્ત માહિતી સાથે પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. patrika.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદનો નહીં પરંતુ બે મહિના પહેલાં એટલે કે એપ્રિલ 2020 નો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદનો નહીં પરંતુ બે મહિના પહેલાં એટલે કે એપ્રિલ 2020 નો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:અમિતાભ બચ્ચનનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
