
Chirag Bhadang નામના ફેસબુક યુઝર દ્વારા The Dahod Live નામના ફેસબુક પેજ પર તારીખ 4 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આત્મવિશ્વાસ હોય તો આવો…!! આ છે ડોકટર વી.કે શ્રીનિવાસન, વાઇસ प्रेસિડન્ટ, ભારત બાયોટેક. જેમને કોરોના વેકસીન નો ક્લીનીકલ ટ્રાયલ લીધો …!! તે ભારત ના પ્રથમ વ્યક્તિ બન્યા જેમને પોતાના ધ્વારા બનેલી વેકસીન નો ડોસ લીધો છે , જે એમને અને એમની ટીમે ભારત બાયોટેક મા બનાવી છે… આમનો કોનફીડેન્સ જોવા જેવો છે…!!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 176 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત બાયોટેકના વાઈસ પ્રેસડિન્ટ વી કે શ્રીનિવાસન દ્વારા કોરોના વેક્સિનનો ટ્રાયલ પોતાના પર કરવામાં આવ્યો.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ભારતબાયોટેકના ટ્વિટર એકાઉન્ટ પર તારીખ 3 જૂલાઈ 2020ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયા ફોટા સાથે જે મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે તે ભારત બાયોટેક દ્વારા નથી પ્રસારિત કરવામાં આવ્યો. ફોટોમાં જે પ્રક્રિયા દેખાય છે તે લોહી લેવાની સામાન્ય પ્રક્રિયા છે. અમે કોવિડ -19 અને લોકોના આરોગ્ય માટે સલામત અને અસરકારક સમાધાન તરફ કામ કરી રહ્યા છીએ.”

તેમજ 1 જુલાઇ 2020ના, ન્યુઝ ચેનલ “એનડીટીવી” એ ભારત બાયોટેકના અધ્યક્ષ અને એમડી ડો.કૃષ્ણ એલ્લાના એક ઇન્ટરવ્યૂને ટ્વિટ કર્યું હતું, જ્યાં તેમણે કહ્યું હતું કે 10 દિવસમાં માનવ પરીક્ષણો શરૂ થવુ જોઈએ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારત બાયોટેકના વાઈસ પ્રેસિડન્ટ દ્વારા વેક્સિનનો ડોઝ લેવામાં આવ્યો હોય તેનો નથી. તે લોહીના નમૂના લેવાની રેગ્યુલર પ્રક્રિયા છે.

Title:શું ખરેખર ભારત બાયોટેકના વાઈસ પ્રેસિડન્ટ દ્વારા વેક્સિનની ટ્રાય પોતાના પર કર્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
