
नरेन्द्रनंदगोपाल चूडासमा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરલા મા કુદરતી આપદા મા ધર્માદો કરી પાપ ના ભાગીદાર ન બનવુ ત્યા માણસાઈ નથી. વાર્ષિક 600 નિર્દોષ હાથી ને મારે છે અન્ય જીવ અલગ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 116 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેરળમાં દર વર્ષે 600 હાથીઓની હત્યા કરવામાં આવે છે.”

કેરળમાં દર વર્ષે હાથીઓને મારવામાં આવે છે કે કેમ તે જાણવા માટે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે તે શું કહે છે તેની શોધ કરી. તે સમયે, સાંસદ ગજાનન કીર્તિકર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પર્યાવરણ મંત્રાલયે લોકસભા વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતુ કે 2015-16થી 2018-19ના સમયગાળા દરમિયાન દેશભરમાં વિવિધ અકુદરતી કારણોને લીધે 373 હાથીઓના મોત થયા હતા.

ત્યારબાદ કેરળના વન વિભાગે 8 જૂન, 2020ના રોજ ખુલાસો કરીને જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં 772 હાથીઓ કુદરતી કારણોને લીધે મૃત્યુ પામ્યા છે. તેમજ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે 64 હાથીઓ અકુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા. વન વિભાગે ટ્વીટ કર્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતી ખોટી છે.
પર્યાવરણ મંત્રાલયના 2017 ના સર્વે અનુસાર ભારતમાં હાલમાં 27,312 હાથીઓ છે. કેરળ સરકારે એમ પણ કહ્યું છે કે જંગલી ડુક્કરને મારવા માટે ફક્ત બંદૂકોની મંજૂરી (ARCHIVE) છે. આ માહિતીથી પરથી સ્પષ્ટ થાય છે કે કેરળમાં દર વર્ષે 600 હાથીઓની હત્યા કરવામાં આવે છે, આ માહિતી અસત્ય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કેરળમાં દર વર્ષે 600 હાથીઓની હત્યા કરવામાં આવે છે તે માહિતી સંપૂર્ણ ખોટી છે.

Title:શું ખરેખર કેરળમાં દર વર્ષે 600 હાથીની હત્યા કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
